News
ધોરણ 11ના છાત્ર સાથે ફરાર થઈ ગઈ મહિલા શિક્ષિકા, દરરોજ 4 કલાક ટ્યૂશનમાં પ્રેમના પાઠ ભણાવ્યા
હરિયાણાના પાણીપત શહેરથી ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને દાગ પહોંચાડે તેવી ઘટના સામે આવી છે. આરોપ છે કે એક ખાનગી સ્કૂલની ટીચરે પોતાના 17 વર્ષીય વિદ્યાર્થીને બહેકાવી લપેટમાં લઈને ભાગી ગઈ છે. પાણીપતની દેશરાજ કોલોનીની એક ખાનગી સ્કૂલમાં ભણાવતી શિક્ષિકાના છૂટાછેડા થયેલા છે. અને તે પોતાના પિયરમાં રહે છે.
વિદ્યાર્થીના પિતાએ જિલ્લા પોલિસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમનો દીકરો દરરોજની જેમ 29 મેના રોજ પણ બપોરે 2 કલાકે શિક્ષિકાના ઘરે ટ્યૂશન ગયો હતો. પરંતુ તે પછી પરત ઘરે આવ્યો નથી. શિક્ષિકાના ઘરવાળાઓએ તો પહેલા આ બાબતે કેટલાય કલાકો સુધી કંઈ નથી કહ્યું. પછી શિક્ષિકાના પિતાએ દીકરી ગાયબ થયાની જાણકારી આપી હતી.
પોલીસે આરોપી શિક્ષિકા વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી લીધો છે. પોલિસ શિક્ષિકા અને વિદ્યાર્થીની તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી બંનેની કોઈ ભાળ મળી નથી. ગાયબ થયા પછી થી જ બંનેના મોબાઈલ ફોન સ્વિચઓફ છે. પોલીસને કરેલી ફરિયાદમાં વિદ્યાર્થીના પિતાએ કહ્યું કે તેમનો દિકરો 11મા ધોરણનો વિદ્યાર્થી છે. અને આરોપી મહિલા તેની ક્લાસ ટીચર છે.
છેલ્લા બે વર્ષથી ટીચરના ઘરે ટ્યૂશન માટે જાય છે
સગીર બાળક છેલ્લા બે વર્ષથી ટીચરના ઘરે ટ્યૂશન માટે જાય છે. લોકડાઉનમાં સ્કૂલો બંધ થયા પછી દરરોજ 4-4 કલાક ટ્યૂશન માટે શિક્ષિકાના ઘરે જતો હતો. બંને અચાનક 29 મેના ગાયબ થઈ ગયા. રહસ્યભરી વાત એ છે કે બંને ઘરેથી કોઈપણ જાતનો સામાન લઈને ગયા નથી. કિમતી સામાનમાં શિક્ષિકાના હાથમાં ફક્ત એક સોનાની અંગૂઠી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment