News
પારડી પોલીસે હાથ ધરી સલૂન ડ્રાઈવ : ત્રણ સલૂન માં ભીડ એકત્ર કરતા સંચાલકો સામે ગુનો નોંધ્યો
પારડી પોલીસે કોવિડ 19 જાહેરનામાની અમલવારી માટે સ્પેશિયલ સલૂન ડ્રાઈવ હાથ ધરી વિવિધ સલૂન મા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ સલૂન મા ખુદ સલૂન સંચાલકો મોઢે માસ્ક ન પહેરી અને સલૂન મા 7 થી 8 ગ્રાહકો ને કોઈપણ પ્રકારના સોશ્યલ ડિસ્ટન્સ રાખ્યા વગર બેસાડીને રોગચાળો ફેલાઈ તે રીતે ટોળુ ભેગુ કરી નૈતિક જવાબદારી ભૂલીને જાહેરનામાનો ભંગ કરતા ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ફફડાટ વ્યાપી ગયો હતો.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ કોરોના ની ગાઈડ ના મુજબ જે વેપારીઓ તથા સ્થાનિક રહેવાસીઓ ગાડલા મુજબ પાલન ન કરતા હોય જેની સામે વલસાડ જિલ્લા પોલીસે લાલ આંખ કરી તેઓને કાયદાનું ભાન કરાવી રહ્યા છે વલસાડ જિલ્લામાં વાપી, ઉમરગામ, વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી જેવા વિસ્તારમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન અમુક લોકો રસ્તા ઉપર વોકિંગ કરવા નીકળે છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે જેમાં આજે પારડી પોલીસે પાલડી વિસ્તારમાં આવેલા સલૂન ખાતે social distancing નો અભાવ દેખાતા ૩ સલૂન ના સંચાલક વિરુદ્ધ કોરોના બંધની ફરિયાદ દાખલ કરી હતી
Previous article
Next article
Leave Comments
Post a Comment