પારડીના પરીયા માં પીકઅપ ટેમ્પોમાં લઇ જવાતા 3 ગાય અને 2 વાછરડા ને કતલખાને લઇ જતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો અને 3 વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા

     પારડી તાલુકાના પરિયા ગામમાં તળાવ પાસે પોલીસે પીકઅપ ટેમ્પો કતલખાને લઇ જવાતા ત્રણ ગાય અને બે વાછરડા મળી પાંચ પશુઓને સાથે એક આરોપી ને ઝડપી પાડ્યો હતો.
                     તસવીર અક્ષય દેસાઇ
 પારડી પોલીસ મથકના પી.એસ.આઈ બી.એન. ગોહિલ ટીમે ની મળેલી બાતમી ના આધારે પારડી તાલુકાના પરિયા ગામે આવેલ તળાવ પાસે પરીયા થી ખુંટેજ જતા રોડ ઉપર મહેન્દ્ર પીકપ ટેમ્પો નંબર ડીએન 09 એસ 9207 ને અટકાવી તપાસ કરતા ટેમ્પામાં ગૌવંશની ત્રણ ગાયો અને બે વાછરડા મળી આવ્યા હતા. ગાયો માટે ટેમ્પામાં ઘાસચારો તથા પાણીની સુવિધા ન રાખી વગર પાસ પરમીટે કતલખાને લઇ જતા ઝડપી પાડ્યા હતા. 
.                   તસવીર અક્ષય દેસાઈ
પોલીસે બંસી અર્જુન ધોળી રહે ઉમરગામ ને પકડી પાડ્યો હતો. તથા ગાયો મંગાવનાર અને મોકલનાર ઈનામુલાહ  ઉર્ફે અનુ અબ્દુલ હક ખોટ અને મોહમ્મદ ગુલાબ નબી ખોટ બંને રહે અરનાલા મુસ્લિમ ફળિયા તાલુકા પારડી તથા મોહમ્મદ જેના પુરા નામની ખબર નથી રહેવાસી વાપી મળી ત્રણ ઇસમો ને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા.
.                     તસવીર અક્ષય દેસાઈ
પોલીસે ટેમ્પાની કિંમત ત્રણ લાખ પશુઓ ની કિંમત ૪૯ હજાર મળીને કુલ રૂ. 3 લાખ ૪૯ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close