News
કરાયા ગામે ને હા નં 56 ઉપર હીરો હોન્ડા સ્પેન્ડર બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો ઘટના સ્થળે દંપતીનું મોત
નાનાપોંઢાથી વાપી તરફ જતાં નેશનલ હાઈવે નંબર 56 કરાયા ગામ ખાતે હીરો હોન્ડા સ્પેન્ડર બાઈક નંબર GJ15, S6034 અને અજાણ્યા વાહન ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જોકે અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,
ઘટનાની જાણ થતાં જ વાપી ડુંગરા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી મૃતક દંપતીનો બોડીનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નોંધનીય છેકે, આ મૃતક દંપતી પારડી તાલુકાના પાટી ગામના વચલા ફળિયામાં રહેતા ગણેશભાઈ ઉત્તમભાઈ પટેલ અને તેમની ધર્મપત્ની રમાબેન ગણેશભાઈ પટેલ, હોવાનું હાલ જાણવા મળી મળ્યું છે. આ બાબતે ડુંગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલક શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા
Previous article
Next article
Leave Comments
Post a Comment