News
વલસાડ અટક-પારડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત ,પિકઅપ ચાલકે સામેથી આવી રહેલ ટ્રક સાથે ભટકાઈ
વલસાડ અટક પારડી પ્રાથમિક શાળા પાસે ટ્રક અને પિક અપ ટેમ્પો સામસામે અકસ્માત થતા પિક અપ ચાલક ને ગંભીર ઇજા પોહચતા 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
વલસાડ ધરમપુર ચોકડી હાઇવે તરફ થી આવી રહેલ ટ્રક નંબર જીજે-05-બીવાય-6730 ધરમપુર તરફ જઈ રહ્યો હતો જે સમયે ધરમપુર વલસાડ પુરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ નંબર જીજે-05-બી ઝેડ-6728 ચાલકે સ્ટેરીગ પરનો કાબૂ ગુમાવતા અટક પારડી પ્રાથમિક શાળા નજીક સામે થી આવી રહેલ ટ્રક માં ભટકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં પિક અપ ચાલક રાહુલ ઉત્તમભાઈ વાસપુરા રહે સુરતનાઓ ને ગંભીર ઇજા પોહચતા જેને 108 મારફતે વલસાડ ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો..ઘટના ની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ ટિમ અને પોલીસ કન્ટ્રોલ 100નંબરની ટિમ ગણતરીની મિનિટ માં આવી અકસ્માત સ્થળે થયેલ ટ્રાફિક દૂર કર્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment