News
ઉમરગામ નગરપાલિકાના કોરોના વોરિયર્સને રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે કીટ વિતરણ કરાયું
માહિતી બ્યૂરોઃ વલસાડઃ તાઃ ૦૪ : ઉમરગામ તાલુકાના સ્વ.બુધીબેન ગોવનભાઇ બારી સાંસ્કૃતિક ભવન ખાતે કોરોના સેવાયજ્ઞ અભિયાન હેઠળ રાજ્યપાલ આચાર્ય દ્વારા પ્રેરિત નગરપાલિકાના ૬૮ કોરોના વોરિયર્સને વન અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરના હસ્તે રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉમરગામ નગરપાલિકા પ્રમુખ ચારૂશિલાબેન પટેલ, ઉપપ્રમુખ ગણેશભાઈ બારી, ચીફ ઑફિસર વિપુલભાઈ પરમાર, ઉમરગામ નગરપાલિકાનો કર્મચારી સ્ટાફ અને નગરપાલિકાનાં સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment