News
વાપીના કસ્ટમ રોડ પર શ્રમજીવી યુવકની ધોળે દિવસે હત્યા, અજાણ્યા શખ્સો હત્યા નિપજાવી ફરાર વાપી ટાઉન પોલીસને બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
વલસાડ જિલ્લાના વાપીના ચલા વિસ્તારમાં બેન બનેવી સાથે રહેતો 35 વર્ષીય રાજસ્થાની યુવક અમરસિંહ ડામોર વાપીમાં રહીને છૂટક મજૂરી કરતો હતો. મંગળવારે વાપી ચલા કસ્ટમ રોડ ઉપર ખુલ્લા મેદાનમાં અજાણ્યા ઈસમોએ યુવક ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી આરોપીઓ ભાગી છૂટ્યા હતા.રાહદારીઓએ બનાવની જાણ વાપી ટાઉન પોલીસને કરી હતી. તાત્કાલિક વાપી ટાઉન પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના વાપીના ચલા ખાતે છેલ્લા 4 વર્ષથી બહેન બનેવી સાથે અમરસિંહ ડામોર રહેતો હતો. વાપી વિસ્તારમાં છૂટક મજૂરી કરતો હતો. અમારસિંહની પત્ની અને 3 બાળકો રાજસ્થાનના બાસવાડામાં રહે છે.
મંગળવારે અમરસિંહ છૂટક મજૂરી કામ કરવા ઘરેથી નીકળ્યો હતો. વાપી કસ્ટમ રોડ ઉપર આવેલી ખુલ્લી જગ્યામાં અજાણ્યા ઈસમોએ અમરસિંહ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હોમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. લાશને ત્યાંજ મૂકી આરોપીઓ જતા રહ્યા હતા. થોડા કલાકો બાદ અવાર જવર કરતા સ્થાનીક લોકોનું ધ્યાન જતા તાત્કાલિક વાપી ટાઉન પોલીસને લાશ હોવા અંગે જાણ કરી હતી.
પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ચેક કરતા અમરસિંહની લાશ હોવાનું જાણવા મળ્યું હતું. વાપી ટાઉન પોલીસે નજીકના ખાનગી CCTV ફૂટેજ ચેક કરીને આગળની તપાસ હાથ ધરી છે. વાપી ટાઉન પોલીસે ઘટના સ્થળની આજુબાજુમાં ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી છે. હત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
Previous article
Next article
Leave Comments
Post a Comment