વલસાડ જિલ્લામાં ૧૧૦ સ્‍થળોએ ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોનું વેકસીનેશનઃ

માહિતી બ્‍યુરોઃ વલસાડ તા.૦૧: વલસાડ જિલ્લામાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જિલ્લા કલેકટરશ્રી આર. આર. રાવલના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસ થઇ રહયા છે. સમગ્ર જિલ્લામાં પાત્રતા ધરાવતા તમામ વ્‍યક્‍તિઓનું રસીકરણ થાય તે માટે આરોગ્‍યતંત્ર સતત પ્રયત્‍નશીલ છે.
 જેના ભાગરૂપે તા.૦૨/૦૬/૨૦૨૧ના રોજ ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વલસાડ જિલ્લામાં વિવિધ ૧૧૦ સ્‍થળોએ કોવેકસીન અને કોવિશીલ્‍ડના ૩,૪૯૭ ડોઝ વેકસીનેશનના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં વલસાડ તાલુકામાં ૪૪ સ્‍થળોએ ૮૦૮ ડોઝ, પારડીમાં ૦૯ સ્‍થળોએ ૨૮૦ ડોઝ, વાપીમાં ૧૫ સ્‍થળોએ ૧૪૫૦ ડોઝ, ઉમરગામમાં ૩૬ સ્‍થળોએ ૭૦૩ ડોઝ, ધરમપુરમાં ૫ સ્‍થળોએ ૨૧૦ ડોઝ અને કપરાડામાં એક સ્‍થળે ૪૬ ડોઝનું વેકસીનેશન કરાશે, એમ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.   
 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close