News
દમણના દિવ્યાંગ દંપતીએ વલસાડમાં જરૂરીયાત મંદ બાળકોને રેનકોટ વિતરણ કર્યું
વલસાડ શહેર નજીક નનકવાડા ગામે નવસર્જન શાળામાં ભણતા બાળકોને ચોમાસા અગાઉ દમણના દિવ્યાંગ દંપતિ પંકજભાઈ મિસ્ત્રી અને કેતકી બેન મિસ્ત્રી એ આજરોજ વલસાડની નવસર્જન શાળાના બાળકોને રેઇનકોટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ દમણના દિવ્યાંગ દંપતિ બાળકો માટે હંમેશા મદદ રૂપ થતા આવ્યા છે.
હાલ કોરોના મહામારીમાં શાળા બંધ હોવાથી મધ્યમ વર્ગના પરિવારો પોતાના બાળકોને જીવન જરૂરી વસ્તુઓ આપવામાં સક્ષમ ન હોય તેવા બાળકોને દમણના દિવ્યાંગ દંપતીએ બાળકોની વરસાદ સિઝનનો પહેલા રેનકોટ નું વિતરણ કરી તેમની જરૂરિયાતો પૂરી પાડી હતી
આ કાર્ય માથી લોકોએ પ્રેરણા લઈને અન્ય એવા ઘણા મધ્યમ વર્ગના પરિવારો તેમજ ગરીબ પરિવારના બાળકોને આ રીતની અથવા બીજી કોઇ રીતે આ મહામારીમાં મદદ મળી રહે એ જરૂરી છે
Previous article
Next article
Leave Comments
Post a Comment