News
પ્રફુલભાઈ શુકલની ૮૦૫ મી ફેસબુક ઓનલાઈન ભાગવત કથાનો આજે કામદાર નેતા આર.સી.પટેલના હસ્તે દીપ પ્રાગટય કરીને આરંભ કરાયો "બીજાનું ભલું ઈચ્છે એનું ભગવાન ભલું કરે જ છે." આર.સી.પટેલ
નવસારી જિલ્લાના ખેરગામ ગામે જગદંબાધામમાં કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલની ૮૦૫ મી ફેસબુક ઓનલાઈન ભાગવત કથાનો આજે કામદાર નેતા આર.સી.પટેલના હસ્તે દીપ પ્રાગટય કરીને આરંભ કરાયો હતો.કોરોના મૃતાત્મા સ્વ: જીજ્ઞેશકુમાર મકનજીભાઈ પટેલ ના સ્મરણાર્થે યોજાયેલી ભાગવત કથામાં ગં.સ્વ. લીલાબેન મકનભાઈ પટેલ , અશ્વિનીબેન પટેલ, તથા પ્રિ.ભરતભાઈ પટેલ પરિવાર દ્વારા પોથીપૂજન અને ભાગવતજી નો દશાંશ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો.
સ્વ:અશ્વિનભાઈ નગીનભાઇ પટેલના સ્મરણાર્થે ગં.સ્વ.દક્ષાબેન અશ્વિનભાઈ પટેલ દ્વારા ટેલીફોનિક સઁકલ્પ લઈને પૂજા ,અર્ચન કરવામાં આવ્યું હતું.કથાનું મંગલાચરણ કરતા કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે ભગવાનની અકારણ કૃપાનું ફળ ભાગવત છે. ભાગવત નો આશ્રય કરવાથી દુઃખ , દર્દ ને ભૂલીને પરમ સુખની અનુભૂતિ થાય છે.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત કામદાર નેતા આર.સી.પટેલે કહ્યું હતું કે બીજાનું ભલું ઈચ્છે એનું ભગવાન ભલું કરે જ છે.એમણે કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓ ને શ્રધ્ધાંજલિ આપી હતી.કથાના સંગીતકારો દિપક બારોટ , ક્રિષ્ન શુક્લ , માક્ષિત રાજ્યગુરૂ અને બંટી પટેલ દ્વારા કૃષ્ણ કીર્તન કરવામાં આવ્યું હતું.ફેસબુક પર કથાનો મોટી સંખ્યામાં લોકોએ કથાશ્રવણનો લાભ લીધો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment