News
તા.૨ થી ૨૧ જૂન સુધી આર.ઓ.બી.ના ધરમપુર તરફથી વલસાડ તરફ આવતા-જતા તમામ પ્રકારના વાહનો માટે આવન-જાવન માટે પ્રતિબંધિત માર્ગ તરીકે જાહેર
માહિતી બ્યુરો : વલસાડઃ તા.૦૧: વલસાડ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર તરફથી મળેલી દરખાસ્ત અન્વયે પોલીસ અધિક્ષક, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ તેમજ વિભાગીય નિયામકશ્રી એસ.ટી. વલસાડના અભિપ્રાયને ધ્યાને લઇ જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે એક જાહેરનામા દ્વારા તા.૨/૬/૨૦૨૧થી તા.૨૧/૬/૨૦૨૧ (બન્ને દિવસો સહિત) ૨૦ દિવસ માટે આર.ઓ.બી. ધરમપુર તરફના છેડાથી વલસાડ આવતા-જતા તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત જાહેર કર્યો છે.
આ માર્ગ બંધ થતાં ટ્રાફિક નિયમન અને કાયદો અને વ્યવસ્થાને લક્ષમાં રાખી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જે અનુસાર મુંબઇથી આવતા/ જતા વાહનોને નેશનલ હાઇવે ૪૮ થી વલસાડ આવવા જવા માટે ૧. અતુલ પારનેરા પારડી હનુમાન મંદિરથી એલ.સી. ૯૬/૯૭ થઇ મગોદ/ વશીયર થઇ સિવિલ રસ્તા થઇને, ૨. નેશનલ હાઇવે ૪૮ થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ અંડરબ્રીજ થઇને તેમજ ૩. નેશનલ હાઇવે ૪૮ થઇને કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ આવવા/ જવાનું રહેશે.
સુરતથી આવતા જતા વાહનો નેશનલ હાઇવે ૪૮થી વલસાડ આવવા-જવા માટે ૧. કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ તથા ૨. નેશનલ હાઇવે ૪૮ થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ ગરનાળા થઇને વલસાડ આવતા રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
ધરમપુરથી વલસાડ આવતા જતા વાહનો ૧. ધરમપુર ચોકડી થઇ નેશનલ હાઇવે ૪૮ થઇને અનુલ ચોકડી બ્રીજના નીચે થઇ અતુલ પારનેરા પારડી હનુમાન મંદિરથી એલ.સી. ૯૬/૯૭ થઇ મગોદ/ વશીયર થઇ સિવિલ રસ્તા થઇને, ૨. ધરમપુર ચોકડીથી નેશનલ હાઇવે ૪૮ થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ અંડરબ્રીજ થઇને તેમજ ૩. ધરમપુર ચોકડીથી નેશનલ હાઇવે ૪૮ થઇને કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ આવન-જાવન કરી શકશે. આ રેલવે બ્રીજનું કામ કરનારા કોન્ટ્રાક્ટર/ કંપની દ્વારા સ્થાનિક પોલીસના સંપર્કમાં રહી ડાયવર્ઝનવાળી જગયાએ તથા ડાયવર્ઝન રૂટ ઉપર ટ્રાફિકનું નિયમન કરવા સારુ જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પર્યાપ્ત બંદોબસ્ત રાખવા અને સમયમર્યાદામાં નિયત કામગીરી પૂર્ણ કરવા પણ આ જાહેરનામા દ્વારા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment