પારડી ના ટુકવાડા ગામે સાળી ના છોકરાના લગ્નમાં શૂટ સાથે બુટ પહેરવા બાબતે ખોટું લાગી આવતા માસા એ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

              પારડી તાલુકાના ટુકવાડા ગામ ના આહિર સમાજના એક પુરુષે લગ્નમાં ફોર્મલ કપડા ઉપર શૂટ સાથે બુટ પહેરવા બાબતે ખોટું લાગી જતા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું ટુકવાડા ગામ માં આવેલ બાવરી મોરા ફળિયા માં રહેતા રમેશભાઇ ભીખુભાઈ આહિર ઉંમર વર્ષ ૫૨ પોતાના સગા વ્હાલાઓને ત્યાં સંજાણ લગ્ન પ્રસંગે ગયા હતા એમના પત્ની અને છોકરા સાથે ગયા હતા જ્યાં એમને લગ્નમાં નોર્મલ કપડા ઉપર શૂટ સાથે બુટ પહેરવા બાબતે ખોટું લાગી આવતા તેઓ પરત પોતાના ઘરે ટુકવાડા આવી ગયા હતા અને પોતાના ઘરે લોખંડની એંગલ સાથે સફેદ કલરની દોરી બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી ગયા હતા.
.                   તસવીર અક્ષય દેસાઈ
 એમના ઘરવાળાઓ રાત્રે લગ્ન પરથી આવતા દરવાજો ખોલતા ફાંસો ખાધેલી હાલતમાં લટકતા એમને જોતાં પારડી પોલીસને ફોન કર્યો હતો પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઉપરોક્ત બનાવના હકીકતની આત્મહત્યા કરી જનાર રમેશભાઈ ના દિકરા સાર્થક એ પારડી પોલીસમાં જાણ કરતા પારડી પોલીસે અકસ્માત મોત દાખલ કરી આ બાબતની વધુ તપાસ હાથ ધરી છે આમ પોતાની સાળીના નાના છોકરાના લગ્નમાં બુટ પહેરવા બાબતે ખોટું લાગી જતા માસા રમેશભાઈ એ પોતાના ઘરે આવીને પોતાનું જીવન ટૂંકાવી લેતા એમના પરિવારમાં શોક છવાઈ ગયો છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close