પારડી બાલાખાડી કર્મભૂમિ ડ્રીમ સિટી માં સોસાયટી ના પ્રમુખના બંગલામાં ચોરી થતા ચકચાર ચોરી કરવા ચાર ઈસમો રાત્રીના 1.5 વાગ્યાના સુમારે સી.સી. કેમેરા માં દેખાયા પારડી માં હાઈફાઈ સોસાયટી તરીકે જાણીતી આ સોસાયટીમાં 185 રોહાઉસ આવેલ છે

પારડી સ્ટેશન રોડ સ્થિત બાલાખાડી પાસે આવેલ કર્મભૂમિ ડ્રીમ સિટી માં સોસાયટી માં ચોરી કરવાના ઇરાદે તસ્કરો ઘુસ્યા હતા 
.                   તસવીર અક્ષય દેસાઈ
 જ્યાં તસ્કરોએ પ્રથમ સોસાયટીના પ્રમુખ જયંતિભાઈ નાગરજી દેસાઈ ના બંગલા માં દરવાજો કોઈક સાધન વડે તોડી અંદર પ્રવેશ્યા હતા અને બંગલાના દરેક રૂમના અંદર ઘુસી કબાટ તેમજ અન્ય ફર્નિચર ના ડોર તોડી માલસામાન વેરવિખેર કર્યો હતો અને તસ્કરો કિંમતી માલ સામાનની ચોરી કર્યા હોવાનું પ્રાથમિક નજરે જોવા મળ્યું હતું તેમજ અન્ય એક રોહાઉસ માં રહેતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના PSI ના ત્યાં પણ તસ્કરો ગયા હતા.
 જ્યાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ  થયો હતો તસ્કરો ગ્રિલ તોડી ને ભાગી છૂટયા હતા ચોરી ની ઘટના ની જાણ પારડી પોલીસને થતા તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને જ્યાં તેઓ એ આસપાસ માં રહેતા પડોસીઓ પાસે જાણકારી મેળવી હતી. જોકે સોસાયટી ના પ્રમુખ  હાલ જ્યંતિભાઈ દેસાઈ ના પરિવાર અમેરિકા રહેતા હોય જેથી ચોરી થયા બાબતે કશું જાણકારી પ્રાપ્ત થઇ ન  હોવાનું તેમની પુત્રી ફાલ્ગુનીબેન દેસાઈએ જણાવ્યું હતું 
સોસાયટીમાં રહેતા દિલીપભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે અમારી સોસાયટી માં ચોરી કરવા ચાર ઈસમો ઘુસ્યા હતા અને તેઓ અમારા એક રો હાઉસ માં રહેતા મિત્ર ના ત્યાંના સી સી કેમેરા તસ્કરો દેખાયા હતા અને જેમાં 2 ઈસમો શોર્ટ પેન્ટ પહેરલ હતું અને તેઓ ચંપલ હાથમાં પકડીને આસપાસના રો હાઉસ માં રેકી કરતા દેખાયા હતા રાત્રી ના 1.02 મિનિટે આવ્યા હતા અને તેઓ સોસાયટી ના પ્રમુખ અને એક પી એસ આઈ ના બંગલામાં ચોરી નો અંજામ આપ્યો હતો જેમાં પી એસ આઈ ને ત્યાંથી ચોરી નો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો હાલ સોસાયટી માં ચાલી રહેલ કામ કાજ માં મિસ્ત્રીઓ તેમજ અન્ય કામદારો અહીં આવતા હોય છે
 ત્યારે સી સી કેમેરા તેમજ સિક્યુરિટી ની તાત્કાલિક સુવિધા ચાલુ કરવામાં આવશે કારણ કે હાલ બિલ્ડરે સોસાયટી હેન્ડ ઓવર કરવાનું બાકી છે હોવાનું તેઓએ જણાવ્યું હતું ત્યારે પોલીસે સી સી કેમેરા ના મદદ થી ચોરો સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો અક્ષય દેસાઈ દ્વારા   
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close