News
કોરોના પર સંપૂર્ણ અંકુશ મેળવવા પારડીના ભુદેવોએ મધ્યપ્રદેશના ઉજૈનમાં રૂદ્રાઅભિષેક કર્યો
વલસાડ જિલ્લા બ્રહ્મસમાજના આગેવાન બી.એન. જોશીના માર્ગદર્શન હેઠળ પારડીના જ્યોતિષી કલ્પેશભાઈ જાની,સ્વાધાય મંડળના નિયામક ભાવેશભાઈ જોશી સહિતનાં ભુદેવોએ મધ્યપ્રદેશના ઉજૈન મહાકાલેશ્વર મંદીરમાં રૂદ્રાભિષેક કર્યો હતો.
કોરોના પર સમગ્ર દેશમાં અંકુશ આવે એવી પ્રાર્થના કરી હતી. લાંબા સમથી મંદિરો અને તીર્થ સ્થળો બંધ હતાં. જેને લઇ પારડીના ભુદેવોએ ઉજૈનમાં પૂજા અર્ચના કરી હતી. જો કે કોરોના કાળમાં કર્મકાંડી ભુદેવોના વ્યવસાયને બહુ અસર થઇ હતી. હવે ધીમે-ધીમે મંદિરો ખુલતા રાબેતા મુજબ ભુદેવોનો વ્યવસાય પણ શરૂ થઇ ગયો છે.
બી.એન.જોષીએ જણાવ્યુ હતું કે પારડીના ભુદેવો ઉજૈનમાં અભિષેક માટે વિશેષ પહોંચ્યા છે. જયાં તેઓ ભગવાન મહાદેવ પાસે કોરોનાની મુક્તિ અંગે પ્રાર્થના કરશે.
Previous article
Next article
Leave Comments
Post a Comment