News
પારડી હાઈવે પર ફાઉન્ટન હોટલ પાસે ટ્રક માં 9 ભેંસ અને 7 પાડીયા મળી કુલ 16 પશુ ઓને ગેરકાયદેસર ભરી ને લઇ જતા એક ઈસમ ઝડપાયો
રડી મા જીઆઇડીસી નજીક આવેલ ફાઉન્ટન હોટલ પાસે ને.હા.ન. 48 ઉપર વગર પાસ પરમીટે 9 ભેંસ અને 7 પાડીયા લઈ જઈ રહેલ એક મુસ્લિમ ઈસમને પારડી પોલીસે ટ્રક સાથે ઝડપી પાડયો હતો.
પારડી પોલીસ મથકના પી.એસ.આઇ બી.એન.ગોહિલના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસે ફાઉન્ટન હોટલ પાસે ને.હા. નં 48 ઉપર જઈ રહેલ ટ્રક નંબર gj 24 એક્સ 1033 માં તપાસ કરતા ટ્રકના અંદર ક્રૂરતાપૂર્વક વગર પાસ પરમીટે નવ ભેંસ જેમાં કેટલીક ભેંસ ગાભણ હતી. તેમજ નાના પાડીયા 7 એમ કુલ મળી ૧૬ જેટલા પશુઓને લઇ જતા ટ્રક ચાલક મહંમદ પરુ આમીન રહે પાટણ ની ધરપકડ કરી હતી.
પારડી પોલીસે ભેંસોને ભરાવનાર અમજદ અબ્દુલ રહે પાટણ અને ભેંસો લેનાર મોતીભાઈ રબારી રહે ભીલાડ બંને ને વોન્ટેડ બતાવી ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment