News
દાદરા નગર હવેલીમાં ફરી લાખોનો ગાંજો ઝડપાયો ખાનવેલ ના બે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દાનહ પોલીસને મળેલ ગુપ્ત જાણકારીના આધારે ખાનવેલની હદમાં ખેરડી ગામે ગેરકાયદેસર ગાંજાનો વેપાર કરતા હોવાની માહિતીના આધારે સ્પેશીયલ ટીમના એએસઆઇ વડાવિયા અને એમની ટીમે રેડ પાડતાં ખાતે બે વ્યક્તિ દિનેશ રામજુ સાંબાર ઉ.વ.23 રહેવાસી ખેરડી ઘોડેમ્બા, સાગીર મુસીર ખાન ઉ.વ.21 રહેવાસી તલાસરી સુથારપાડા મહારાષ્ટ્ર હાલ રહેવાના સ્થળ પર દુકાનમાં સર્ચ કરતાં ત્યાંથી 5.181 કિલો ગાંજો જેની અંદાજીત કિંમત 51810 જેઓ પાસે કોઈપણ જાતની પરમિટ કે લાયસન્સ કંઈ જ ન મળતા ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી બાઇક કબ્જે લીધું હતું.
આ બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધી પીઆઇ એચ.સી.રાઠોડ સાથે પીએસઆઇ દીપિકા ભગત વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આરોપી સાગીર મુશીર ખાન સંજાણના અકરમ ખાન પાસેથી લાવ્યો હતો અને દિનેશ રામજુ સાંબારને આપવા આવ્યો હતો. પોલીસે સંજાણના અકરમ ઉર્ફે મોહમદ ખાન ઉ.વ.34 રહેવાસી ઝુપડપટ્ટી બીએસએનએલ ઓફિસની પાછળ સંજાણની પણ ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment