News
પારડી ખડકી હાઈવે પર નવા બ્રિજ પાસે માટી ના ઢગલા ને લઇ 3 મિત્રો ની બાઇક સ્લીપ થતાં એક નું મોત, જયારે બે સારવાર હેઠળ
પારડી તાલુકાના ખડકી ને.હા.ન. 48 ઉપર દમણથી સુરત તરફ નંબર વગરની મોટર સાયકલ માં ટ્રિપલ સીટ જઈ રહેલા દમણના ત્રણ યુવાનોને અકસ્માત નડયો હતો. જે અકસ્માતમાં મોટર સાઇકલ નવા બ્રિજ ની કામગીરી દરમ્યાન માટી ના ઢગલા પર ચઢી જતા સ્લીપ મારી ગઈ હતી. જેમાં બાઈક ચાલક યુવાન નું મોત થયું છે જ્યારે બે મિત્રો ને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
ખડકી ને.હા.ન. 48 ઉપર આવેલ ફ્લાય ઓવર બ્રિજના છેડે માટીના ઢગલા પર પોતાની મોટરસાયકલ પ્રદીપ રામધાની યાદવ રહે ડાભેલ દમણ એ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી માટી ના ઢગ પર મોટર સાઇકલ સ્લીપ મારી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પ્રદીપ રામધની યાદવ સાથે અમિત પ્રસાદી મંડળ અને સંતોષ રાજુભાઈ મંડળ બંને રહે. દિવ્ય જ્યોત સ્કૂલની બાજુમાં ડાભેલ દમણ ના ઓ મોટર સાયકલ પરથી નીચે પટકાયા હતા.
અને ત્રણેય મિત્રો ને ઈજાઓ થઈ હતી. ત્રણેય ને આરબીઆઈ ની એમ્બ્યુલન્સમાં પારડી સરકારી દવાખાનામાં સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રદીપ રામધાની યાદવ ને મૃત જાહેર કર્યા હતા તથા અમિત અને સંતોષ મંડળને વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા.
દિવ્યજ્યોત સ્કૂલ પાસે રહેતા ત્રણ મિત્રો નંબર વગરની મોટર સાયકલ માં દમણ થી સુરત જવા માટે નીકળ્યા હતા અને ત્રણે જણાને અકસ્માત નડયો હતો. બનાવના હકીકતની પારડી પોલીસ માથક મા મુકેશકુમાર ઠાકોર એ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે પલ્સર મોટર સાઇકલ ચલાવનાર યુવાન પ્રદીપ રામધાની યાદવ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment