દમણના રાધા માધવ કોર્પોરેશન દ્વારા સમગ્ર દેશમાં નેટવર્કિંગ અને ચીટફંડ થકી 53 લાખ લોકો પાસેથી રૂ.20 હજાર કરોડની ઠગાઇના આક્ષેપ કરાયા

દમણના રાધા માધવ કોર્પોરેશન દ્વારા સમગ્ર દેશમાં નેટવર્કિંગ અને ચીટફંડ થકી 53 લાખ લોકો પાસેથી રૂ.20 હજાર કરોડની ઠગાઇના આક્ષેપ કરાયા હતા. જેથી ઇડી વિભાગે દમણની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરી કેટલાક દસ્તાવેજ અને ડિજીટલ ડેટા કબજે કર્યા હોવાની માહિતી મળી રહી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત બે દિવસથી દમણ સ્થિત રાધા માધવ કોર્પોરેશન લિમિટેડના કોર્પોરેટ ઓફિસ તથા અનિલ અગ્રવાલના ઘરે ઇડીના અધિકારી ઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શુક્રવારે બપોરે તેમણે કેટલાક દસ્તાવેજો અને ડિજીટલ રેકર્ડ કબજે કર્યો હતો. સંચાલક અનિલ અગ્રવાલ અને મિતેશ અગ્રવાલથી ઇડી હજી પૂછપરછ કરી શકી નથી. કારણ કે, બંને પિતા-પુત્ર ગત પાંચ દિવસથી દમણથી બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
શુક્રવારે મીડિયાએ ઇડીના અધિકારીથી આ સંદર્ભે માહિતી માંગતા તેમણે કંઇ પણ બોલવા ઇન્કાર કર્યો હતો. સમગ્ર દેશના 53 લાખ લોકો પાસેથી અગ્રવાલ પરિવાર દ્વારા રાધામાધવ કોર્પોરેશન લિમિટેડના નામે 20 હજાર કરોડ રૂપિયા વસૂલવાનો આક્ષેપ કરાયો છે. ડાયરેક્ટ સેલિંગ અને નેટવર્કિંગના નામે રૂપિયા ડબલ કરવાની સ્કીમ લોકોને બતાવાઇ હતી. સ્કીમ પ્રમાણે એક વ્યક્તિએ કંપનીમાં અઢી લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાથી પહેલા તેઓને રૂ.20 હજાર રૂપિયાના સામાન મળશે અને ત્યારબાદ બે વર્ષ સુધી દર મહિને રૂ.24,500 આપવા જણાવાયું હતું.
કંપનીએ બેથી ત્રણ માસ સુધી લોકોના ખાતામાં રૂપિયા જમા પણ કરાવ્યા હતા. જોકે ત્યારબાદ રૂપિયા આવવાના બંધ થતા લોકોને પોતે છેતરાઇ ગયા હોવાની જાણ થઇ હતી. સમગ્ર કૌભાંડ હવે ઇડીની તપાસ બાદ બહાર આવશે તેમ છે. રાધામાધવ કોર્પોરેશન લિમીટેડના માધ્યમથી મિતેશ અગ્રવાલે લાખો લોકોને જણાવેલ કે, નેટવર્કિંગ અને ડાયરેકટ સેલિંગ ખૂબ જ સારો બિઝનેસ છે. જયાં કોઇપણ વ્યક્તિ રૂપિયાની કમાણી કરી પોતાની જિંદગી બદલી શકે છે. તેમજ મિતેશ અગ્રવાલે લોકોને પૈસા ડબલ કરી આપવાની લાલચ આપતા લોકો તેની વાતમાં આવી ગયા હતા. દેશના 53 લાખ લોકો એવા છે કે, જેઓ આ જાળમાં ફસાયા છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close