News
જૂન મહિનામાં ટુ વ્હિલરના વેચાણમાં સરેરાશ 50 ટકાથી વધુનો વધારો થયો છે. માર્કેટ લિડર બજાજ અને ટીવીએસ મોટરના વેચાણ 50 ટકાથી વધુ વધ્યાં છે.
કોરોના મહામારીની બીજી લહેર બાદ ઓટો સેક્ટરમાં ઝડપી રિકવરી જોવા મળી છે. જૂન માસમાં મોટા ભાગની તમામ કંપનીઓના કારના વેચાણ ગ્રોથમાં સરેરાશ 25ટકાથી ત્રણ ગણા સુધીનો વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં અવિરત વધારો ચાલુ રહી મોટા ભાગના રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો પ્રતિ લિટર રૂ.100ની સપાટી ઉપર પહોંચી હોવા છતાં ઓટો સેલ્સમાં વૃદ્ધિ નોંધાઇ છે.
જોકે, ઇંધણની સતત વધતી કિંમતોના કારણે ગ્રાહકો ઇલેક્ટ્રિક વાહનોને પણ વધુ પસંદગી આપવા લાગ્યા છે. માર્કેટ લિડર મારૂતી સુઝુકીના વેચાણ ત્રણ ગણા વધી 147368 યુનિટ રહ્યાં છે જે મે માસમાં માત્ર 46555 યુનિટ નોંધાયા હતા. જ્યારે ગતવર્ષે જૂન માસમાં 57428 યુનિટના નોંધાયા હતા.
દેશભરના મોટા ભાગના રાજ્યોમાં જૂન મહિનામાં લોકડાઉન દૂર થતાની સાથે જ ગ્રાહકોનો સેન્ટિમેન્ટ બદલાયો છે. પોઝિટીવ ટ્રેન્ડ છતાં કારના વેચાણ જાન્યુઆરી 2021ના સ્તર સુધી પહોંચ્યા નથી. જાન્યુઆરી માસની તુલનાએ હજુ 8-27 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓટો નિષ્ણાતોનું કહેવું છે કે જેમ-જેમ દેશના અલગ-અલગ ભાગોમાં લોકડાઉન દૂર થવા અને ઢીલ આપવામાં આવશે ત્યારે કારના વેચાણની સ્થિતી કોરોના પૂર્વ સ્તર પર પહોંચી જશે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણ જૂનમાં 32964યુનિટના રહ્યાં હતા જોકે, જાન્યુઆરી મહિનાની તુલનાએ હજુ 16 ટકા વેચાણ ઓછા રહ્યાં છે. હ્યુંડાઇ મોટર ઇન્ડિયાના ડાયરેક્ટરે જણાવ્યું કે બજાર ખુલતા અને કસ્ટમર સેન્ટિમેન્ટ શ્રેષ્ઠ થવાની સાથે વેચાણમાં સુધારો થઇ રહ્યો છે. ઓટો કંપનીઓ વેચાણને વેગ આપવા માટે બજારમાં આકર્ષક મોડલ બજારમાં રજૂ કરી રહી છે.
જૂન મહિનામાં ટુ વ્હિલરના વેચાણમાં સરેરાશ 50 ટકાથી વધુનો વધારો થયો છે. માર્કેટ લિડર બજાજ અને ટીવીએસ મોટરના વેચાણ 50 ટકાથી વધુ વધ્યાં છે. બજાજ ઓટોના વેચાણ જૂન મહિનામાં વધીને 346136 યુનિટ નોધાંયા છે. જયારે નિકાસ ગત વર્ષની તુલના 45 ટકા વધી 184300 યુનિટ રહ્યાં હતાં. જ્યારે ટીવીએસ જૂન મહિનામાં 251886 યુનિટ હતા. જે મે મહિના 166889 યુનિટની તુલનાએ 51 ટકા વધ્યાં છે.
ચાલુ વર્ષે હવામાન ખાતાએ સારા ચોમાસા આગાહી કરવા સાથે છેલ્લા કેટલાક મહિનાથી ખેડૂતોને ખેત ઉપજના ભાવ સારા મળી રહ્યા હોવાની પોઝિટીવ અસર ટ્રેકટરના વેચાણ ગ્રોથ પર જોવા મળી છે. એસકોર્ટના વેચાણ જૂન મહિનામાં વધી 12,533 યુનિટ રહ્યાં હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment