દમણમાં વેક્સિન નહિ તો દારૂ નહીં, બાર અને રેસ્ટોરન્ટના સંચાલકોએ કડક રીતે કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમજ વેક્સિનેશન વગર કોઇ પણ ગ્રાહકોને દુકાનમાં પ્રવેશ આપી શકાશે નહીં

સંઘપ્રદેશ દમણ પ્રશાસને બાર અને રેસ્ટોરન્ટ ખોલી દેવા 50 ટકા બેઠક સાથે છૂટ આપી દીધી છે. જોકે બારના લાયસન્સ ધરાવનાર સંચાલકે કોઇ પણ ગ્રાહક દુકાનમાં પ્રવેશે તે પહેલા તેણે વેક્સીન લીધી છે કે નહિ તેની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવા જણાવ્યું છે.
સંઘપ્રદેશ દમણ-દીવમાં 100 ટકા વેક્સિનેશન અને કોરોનાના કેસોમાં ઘટાડો થતા ગુરૂવારથી પ્રદેશની હોટલ-રેસ્ટોરન્ટ અને રિસોર્ટને 50 ટકાની બેઠક સાથે ખોલી દેવા છૂટ આપી દીધી છે. તેથી સહેલાણીઓ હવે સંઘપ્રદેશમાં ફરવા માટે ઉમટે તે પહેલા હોટલ ઉદ્યોગોએ તેઓને આવકારવા તૈયારી શરૂ કરી દીધી છે.
શુક્રવારે દમણના આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ એક્સાઇઝ ચાર્મી પારેખએ એક પ્રેસ નોટ જાહેર કરતા જણાવ્યું હતું કે, તેમણે બાર અને રેસ્ટોરન્ટના સંચાલકો સાથે મોટી દમણ ખાતે એક મીટિંગ યોજી કોવિડ પ્રોટોકોલ અંગે તેમને સમજણ આપી હતી. 
બાર અને રેસ્ટોરન્ટના સંચાલકોએ કડક રીતે કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમજ વેક્સિનેશન વગર કોઇ પણ ગ્રાહકોને દુકાનમાં પ્રવેશ આપી શકાશે નહીં. જેની ચકાસણી માટે પોલીસ ક્યારે પણ રેઇડ કરી શકે છે. જોકે અત્યાર સુધી જે પણ જાહેરનામા બહાર પાડ્યા છે તેનો પણ દમણના બાર અને હોટલોમાં અમલ થતો ન હોવાનું ચર્ચાય છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close