News
વાપી જી.આઈ.ડી.સી.થી શારદાબેન ગુમ થયા છે.
માહિતી બ્યુરો વલસાડ તા.૬: વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં વાપી જી.આઈ.ડી.સી. ટાઈપ પાણીની ટાકીની બાજુમાં આવેલ ફુટપાથ ઉપર ઝુંપડપટ્ટીમાં રહેતા અને મુળ ઔરંગાબાદ જિલ્લાના પૈઠન તાલુકામાં ઢોરકીન બીડકિગાંવના રહેવાસી શારદાબેન આશારામ ધોત્રે તા.૨૯/૦૬/૨૦૨૧ ના રોજ ૦૮:૦૦ થી ૧૯:૦૦ કલાક દરમિયાન નોકરી ઉપર જાઉં છું એમ કહી ગયા તે આજ દિન સુધી ઘરે પરત આવ્યા નથી.
ગુમ થનાર મહિલાની ઉંમર ૩૬ વર્ષ, શરીરે મધ્યમ બાંધાની, રંગે ઘઉં વર્ણ, ઊંચાઈ આશરે પાંચ ફુટ પાંચ ઈંચ, શરીરે લીલા કલરની સાડી તથા લીલા કલરનું બ્લાઉઝ પહેર્યું છે. પગમાં પ્લાસ્ટીકના ચંપલ અને પાયલ તથા ગળામાં મંગળસુત્ર પહેર્યું છે. જમણા હાથ ઉપર નિતિન નામનું ટેટુ દોરાવેલું છે. તેઓ મરાઠી, હિન્દી અને વડારી ભાષા જાણે છે. આ વર્ણનવાળા વ્યક્તિની જો કોઈને ભાળ મળે તો વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment