News
અજાણી લાશના વાલી વારસા માટે ભીલાડ પોલીસ નો સંપર્ક કરે
માહિતી બ્યુરો વલસાડ તા.૬: ઉમરગામ તાલુકામાં કરમબેલી સેલો કંપનીની સામે મુંબઈથી વાપી તરફ જતા નેશનલ હાઈવે નંબર ૪૮ના ફસ્ટ ટ્રેક રોડ ઉપર તા.૧૮/ ૦૬/૨૦૨૧ ની રાત્રે ૨૩:૦૫ કલાકે કોઈ અજાણ્યાં વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલત રીતે બેકાળજીથી હંકારી લાવી એક અજાણી સ્ત્રીને રોડ ક્રોસ કરતી વખતે ટક્કર મારી અડફેટમાં લેતાં ગંભીર ઈજા થતાં મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.
અજાણીસ્ત્રી જેની ઉંમર ૩૦ થી ૩૫ વર્ષ, શરીરે પાતળા બાંધાની, રંગે ઘઉં વર્ણ, શરીરે લીલા કલરની કુર્તી તથા કમરે કાળા કલરની લેગીઝ પહેરી છે. આ વર્ણનવાળી મહિલાના જો કોઇ વાલી વારસો હોય તો ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment