News
વાપી તાલુકાના છીરી ગામના આશીષભાઈ યાદવ ગુમ થયા છે.
માહિતી બ્યુરો વલસાડ તા.૬: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી, ગાલા મશાલા રાજકિશોરીની ચાલ, બીજા માળે, રૂમ નંબર ૦૩ ખાતે રહેતા મૂળ જોનપુર જિલ્લાના શીતલગંજ તાલુકાના ગામ ઉચનિકુર થાના મઢીયાહુ પોસ્ટ-ગંબદિયાલગંજના રહેવાસી એવા અશીષભાઈ યાદવ તા.૦૩/૦૬/૨૦૨૧ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ઘરેથી એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા જવાનું કહી ગયા તે આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી.
ગુમ થનારની ઉંમર ૨૦ વર્ષ, શરીરે પાતળા બાંધાના, રંગે શ્યામ વર્ણ, ઊંચાઈ આશરે પાંચ ફુટ પાંચ ઇંચ, શરીરે બ્લ્યુ કલરનું શર્ટ તથા કમરના ભાગે કાળા કલરનું જીન્સ અને પગમાં ચંપલ પહેરી છે. તેઓએ ધોરણ ૮ સુધી અભ્યાસ કર્યો છે. તે હિન્દી તથા ભોજપુરી ભાષા જાણે છે. આ વર્ણનવાળા વ્યક્તિની જો કોઈને ભાળ મળે તો ડુંગરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment