વલસાડ જિલ્લામાં ૧૪૩૦ વ્‍યક્‍તિઓએ વોક ઇન વેકસીનેશનનો લાભ લીધો

માહિતી બ્‍યુરોઃ વલસાડ તા.૦૬: તા. ૨૧ મી જૂનથી સમગ્ર રાજયમાં વોક ઇન વેકસિનેશનનો પ્રારંભ કરાયો છે. વલસાડ જિલ્‍લામાં આ મહાઅભિયાન અંતર્ગત તા.૦૬/૦૭/૨૦૨૧ના રોજ સાંજે ૪-૦૦ કલાક સુધીમાં કુલ ૭૨ રસીકરણ કેન્‍દ્રો ઉપર ૧૨૨૬ વ્‍યક્‍તિઓનું વેકસીનેશન કરાયું છે.
 જે મુજબ તાલુકાવાઇઝ વિગતો જોઇએ તો વલસાડ તાલુકામાં ૮૬, વાપીમાં ૪૦૪, પારડીમાં ૪૨, ધરમપુરમાં ૭૭, કપરાડા ૧૦૮ તેમજ ઉમરગામમાં ૫૦૯ જેટલા વ્‍યક્‍તિઓનું વેક્‍સિનેશન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત અભ્‍યાસ/ નોકરી અર્થે વિદેશમાં જનારા વ્‍યક્‍તિઓ માટે રાજીવગાંધી હોલ ખાતે આજે ૨૦૪ વ્‍યક્‍તિઓને વેક્‍સિનેશન કરવામાં આવ્‍યું છે. તા.૭/૭/૨૧ના રોજ મમતા દિવસ હોવાથી સમગ્ર વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્‍યો છે. આગામી દિવસોમાં વેકસીનેશનની ઝડપ વધારવામાં આવશે, ત્‍યારે વલસાડ જિલ્લાના વધુમાં વધુ લોકો વેકસીનશનનો લાભ લઇ કોરોનામુક્‍ત અભિયાનમાં સહયોગ આપવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.
 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close