News
વાપી નોટીફાઇડ ઉદ્યોગ નગરીની ફાયર સેફ્ટી ની શક્તિ માં વધારો કરનાર મલ્ટી પરપઝ ફાયર ફાઈટર યુનીટને ધારાસભ્ય શ્રી કનુભાઇ દેસાઇ ના વરદ હસ્તે પૂજા વિધિ કરી નોટીફાઇડ અને આસપાસના વિસ્તારના ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવ્યું.
લગભગ ૧ કરોડ ૩૧ લાખ નાં ખર્ચે તૈયાર થયેલ વલસાડ જિલ્લાનું પ્રથમ આધુનિક ફાયર ફાઇટર છે.જેમાં ૨૦૦૦ લીટર ફમ ટેન્ક , ૧૦૦૦૦ લીટર વોટર ટેન્ક , ૫૦૦ કિલો પાવડર ટેન્ક છે. જે વિવિધ કેમિકલ કંપનીની ફાયર ઇમરજન્સી મો જરૂરીયાત મુજબ ઉપયોગી થાય તેમ છે.
અંધારામાં સારીરીતે કામ થાય તે માટે ૧૫ ફૂટ ઊંચો હાઈમસ અને ફ્લડ લાઇટ છે.ઓટોમેટિક મોનીટરીંગ સિસ્ટમ દ્વારા સ્થિતિ મુજબ મિસરણ તૈયાર કરી જરુરી પ્રેશર પૂરું પાડવાની આધુનિક વ્યવસ્થા છે.સાથે ઓટો જનરેટર સિસ્ટમ થી ગમેતે સ્થળેથી પાણી લિફ્ટ કરી ભરી શકાય છે અને અન્ય સાઘન માં પણ પાણી રિફિલ કરીશકાશે.
વધુમાં વિવિધ દેશોમાં વપરાતી આધુનિક નોઝલો પણ છે જેમાં લોપ્રેશર મિક્સર નોઝલ , મંગુસ નોઝલ જેવી વિવિધ સ્થિતિ આધારિત ઉપયોગી નોઝાલો છે.
૪૫ ફૂટ ની ઉચાય પર જઇ ને ફાયર કાબુમા કરીશકે તેવી મજબુત લીડર પણ છે.આમ વિવિધ ક્ષમતા ધરાવતું આધુનિક ફાયર ફાઈટર એ વાપી ના ઉદ્યોગો અને આસપાસના વિસ્તારો ની સલામતી માટે ખૂબ મહત્વનું સાધન બની રહેશે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર અગ્રણી પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ શ્રી કમલેશભાઈ પટેલ VIA પ્રમુખ. સતિષપટેલ વી.આઈ.એ સેકેટરી અને વાપી ભાજપ પ્રમુખ આર. એમ. જીઆઇડીસી શ્રી દીનેશ પરમાર ચીફ ઓફિસર શ્રી સગરભાઈ એકસુઝીટીવ એન્જીનીયર શ્રીકેગામીત વિઠ્ઠલભાઈ પટેલ વાપી નગરપાલિકા પ્રમુખ. ટ્રેઝરર વી.આઈ.એ હેમાંગ નાયક જો.સેકેટરી કલ્પેશવોરા વી.આઈ એ પૂર્વ પ્રમુખ પ્રકાશભદ્રા મિતેસભાઇ દેસાઇ વાપી પૂર્વ ભાજપ પ્રમુખ.સત્યેન પંડ્યા વાપી નોટીફાઇડ ભાજપ મંત્રી.તેમજ અન્ય અગ્રણી હાજર રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment