રાજયના સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્‍યક્ષસ્‍થાને યોજનાની કામગીરી સમીક્ષા બેઠક યોજાઇઃ

માહિતી બ્‍યુરોઃ વલસાડ તા.૦૩:. રાજયના સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે આજે વલસાડ કલેકટર કચેરી ખાતેના સભાખંડમાં તેમના વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્‍યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને સમાજ સુરક્ષા ખાતાને લગતી જુદી જુદી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, હવે કોરોનાના કેસો ઘટતા જાય છે જેથી તમામ વિભાગોને તેમની કામગીરી ઝડપભેર ચાલુ કરી વર્ષાંતે તેમના ફાળવેલા લક્ષ્યાંક મુજબ કામગીરી પૂર્ણ કરવી. મંત્રીશ્રીએ આ તબક્કે અનુસૂચિત જાતિના આવાસના લાભાર્થીઓને તેમનો હપ્‍તો, શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને તેમની શિષ્‍યવૃત્તિ મળી રહે તે જોવા જણાવ્‍યું હતું. સમાજ સુરક્ષા હેઠળ દિવ્‍યાંગો માટે વિવિધ યોજના જેવી કે, એસ.ટી.માં મફત મુસાફરીની યોજના, લગ્ન સહાય યોજના, દિવ્‍યાંગ સાધન સહાય યોજના, દિવ્‍યાંગ વ્‍યકિતને ઇલેકટ્રીક સ્‍કૂટર આપવાની યોજનાનો જરૂરિયાત દિવ્‍યાંગજનોને મળે તે જોવા ઉપરાંત ઓનલાઇન જે યોજના છે તે જે દિવ્‍યાંગને સમજ ન પડતી હોઇ તો જાતે ઓનલાઇન ભરી આપીને તેમને લાભ મળે તેમ કરવા જણાવ્‍યું હતું. 
              મંત્રીશ્રીએ સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગ હેઠળના અનુસૂચિત જાતિ કલ્‍યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને સમાજ સુરક્ષાના લગતી વિવિધ યોજનાઓની વર્ષઃ- ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨(મે માસ અંતિત)ની સમીક્ષા કરી હતી. જે મુજબ અનુસૂચિત જાતિ કલ્‍યાણ વિભાગની સ્‍ટેટ લેવલની વર્ષઃ- ૨૦૨૦-૨૧ હેઠળ શિક્ષણ, આર્થિક ઉત્‍કર્ષ, આરોગ્‍ય, આવાસ તેમજ અન્‍ય વિભાગ કચેરી હેઠળ કુલ રૂા. ૧૦૯૩૮૧.૬૪ લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. ૮૦૦૭૫.૨૧ લાખની સામે રૂા. ૭૭૩૪૫ લાખનો ખર્ચ કરી ૯૬.૫૯ ટકાની સિધ્‍ધિ મેળવેલ છે.જયારે વલસાડ જિલ્‍લામાં રૂા.૪૮૮.૩૨ લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. ૨૪૫.૭૭ લાખની સામે રૂા.૨૨૭.૩૪ લાખનો ખર્ચ કરી ૯૨.૫૦ ટકાની સિધ્‍ધિ મેળવેલ છે જયારે વર્ષઃ- ૨૦૨૧-૨૨ માં સ્‍ટેટ લેવલની કુલ રૂા. ૧૦૩૦૫૭.૭૫ લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. ૨૩૨૬૦.૭૨ લાખની સામે રૂા. ૯૮૪૪.૯૧ લાખનો ખર્ચ કરી ૪૨.૩૨ ટકાની સિધ્‍ધિ હાંસલ કરેલ છે. જયારે વલસાડ જિલ્લામાં રૂા. ૩૨૦.૫૦ લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. ૨૪.૫૬ લાખની સામે રૂા. ૧૯.૩૭ લાખનો ખર્ચ કરી ૭૮.૮૭ ટકાની સિધ્‍ધિ હાંસલ કરેલ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની વિવિધ યોજનાઓ જેવી કે, અન્‍ય પછાત વર્ગોના પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્‍સાહન, એસ. એસ. સી. પછીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્‍સાહન વગેર માટે સ્‍ટેટ લેવલની વર્ષઃ- ૨૦૨૦-૨૧ હેઠળ વિવિધ યોજનાઓ હેઠળ કુલ રૂા. ૧૯૩૭૧૯.૦૫ લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. ૧૫૮૯૪૮.૭૯ લાખની સામે રૂા. ૧૫૮૮૫૦.૮૪ લાખનો ખર્ચ કરી ૯૯.૫૪ ટકાની સિધ્‍ધિ હાંસલ કરવામાં આવી છે. જયારે વલસાડ જિલ્લામાં રૂા. ૯૧૭.૭૯ લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. ૭૩૫.૨૦ લાખની સામે રૂા. ૭૩૫.૧૩ લાખનો ખર્ચ કરી ૯૯.૯૯ ટકાની સિધ્‍ધિ હાંસલ કરેલ છે. જયારે વર્ષઃ ૨૦૨૧-૨૨ માં સ્‍ટેટ લેવલની કુલ રૂા. ૧૮૩૨૩૯.૮૧ લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. ૮૫૫૯.૮૧ લાખની સામે રૂા. ૬૧૨૪.૫૧ લાખનો ખર્ચ કરી ૭૧.૫૫ ટકાની સિધ્‍ધિ મેળવેલ છે. જયારે વલસાડ જિલ્લા માટે રૂા. ૯૧૭.૬૪ લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. ૩૪.૨૮ લાખની સામે રૂા. ૨૬.૭૬ લાખનો ખર્ચ કરી ૭૮.૦૬ ટકાની સિધ્‍ધિ હાંસલ કરવામાં આવી છે. સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે, દિવ્‍યાંગોનું કલ્‍યાણ, બાળ કલ્‍યાણ, સુધારાલક્ષી સેવાઓ વગેરે માટે વર્ષઃ- ૨૦૨૧-૨૨ માટે કુલ રૂા. ૧૨૭૪૪૩.૭ લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. ૧૩૬૭૯૫.૭૪ લાખની સામે રૂા. ૧૩૫૨૩૯.૧૮ લાખનો ખર્ચ કરી ૯૮.૮૬ ટકાની સિધ્‍ધિ મેળવેલ છે. 
              આ બેઠકમાં ધરમપુરના ધારાસભ્‍યશ્રી અરવિંદભાઇ પટેલ અને કપરાડાના ધારાસભ્‍યશ્રી જીતુભાઇ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષભાઇ ગુરૂવાની, અધિક નિવાસી કલેકટરશ્રી એન.એ.રાજપૂત, અનુસૂચિત જાતિ કલ્‍યાણ વિભાગના નાયબ નિયામકશ્રી આર.બી.વસાવા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના નાયબ નિયામકશ્રી વિઠ્ઠલભાઇ પટેલ, સમાજ સુરક્ષા વિભાગના નાયબ નિયામકશ્રી પરમાર તેમજ વલસાડના અનુસૂચિત જાતિ કલ્‍યાણ વિભાગના ઇનચાર્જ નાયબ નિયામક કુ. જે.પી.સોલંકી, શ્રી એન. બી. જોશી તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના અને સમાજ સુરક્ષા વિભાગના સંબધિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહયા હતા. 

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close