News
કોરોના વાયરસ મહામારીએ દસ્તક દીધી અને લોકોની જિંદગી બદલાઈ ગયી મહામારીથી ફાઈનાન્સિયલ અને પર્સનલ લાઈફ ઉપર વધારે અસર પડી છે.
વર્ષ 2019ના અંત સુધી બધું ઠીકઠાક હતું. લોકો નોર્મલ જિંદગી જીવી રહ્યા હતા. બાળકો સ્કૂલે જતા હતા. પરંતુ 2020ની શરૂઆતમાં કોરોના વાયરસ મહામારીએ દસ્તક દીધી અને લોકોની જિંદગી બદલાઈ ગયી. કંઈ પણ પહેલા જેવું નથી. મહામારીથી ફાઈનાન્સિયલ અને પર્સનલ લાઈફ ઉપર વધારે અસર પડી છે. જાણકારો મુજબ કોવિડ-19થી લોકોની સેક્સ લાઈફને તબાહ કરી દીધી છે. હકિકતમાં કોરોના વાયરસથી ઠીક થયા પછી શારીરિક થકાન, કમજોરી અને અન્ય બીમારીઓએ વ્યક્તિને ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની બીમારીને ટ્રીગર કરી શકે છે.
કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આ સમયે મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે.આ દરમિયાન યુગલોને એકબીજા સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો. હવે તમે વિચારશો કે આ રોગચાળો યુગલોને એકબીજાની નજીક લાવવાનું કામ કરતું હતું, પરંતુ એવું નથી. સેક્સોલોજિસ્ટ્સ દાવો કરે છે કે કોરોના સમય ગાળા દરમિયાન યુગલોમાં સે-ક્સ માટેની ઇચ્છા ઓછી થઈ ગઈ છે.
નિષ્ણાતો માને છે કે લોકો કોરોના સંક્રમણના ડરથી તેમના પાર્ટનર સાથે શારિરીક સંબંધ બાંધવાથી દૂર રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે લોકોને ડર છે કે જો તેમના જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધશે તો તે સંક્રમણનો શિકાર બની શકે છે. એક રિપોર્ટ મુજબ નિષ્ણાતોનું કહેવું છે કે સેક્સુઅલ રિસ્પોન્સ, ઉત્તેજના અને કામોત્તેજના પર નિર્ભર કરે છે. કામનો બોઝ, બદલાતી લાઈફ સ્ટાઈલ, ડર, તણાવ, અવસાદ સાથે સાથે મનોવિકૃતિના કારણે લોકોમાં સેક્સની ઈચ્છા ઓછી કરી દીધી છે.
કોવિડ 19 રોગચાળા દરમિયાન લોકો સોલો સેક્સ તરફ આગળ વધી રહ્યા છે.નિષ્ણાતોના મતે, લોકો કોરોના વાયરસ સંક્રમણના ડરથી તેમના જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધવામાં ડરતા હોય છે. ઘણા લોકો સોલો સેક્સ તરફ વળી રહ્યા છે. આવી સ્થિતિમાં, તે કહેવું ખોટું નહીં લાગે કે છેલ્લા દોઢ વર્ષમાં લોકોની સેક્સ લાઇફમાં ઘણો બદલાવ આવ્યો છે.
એટલું જ નહીં, કોરોના રસી અંગે વિવિધ અફવાઓ ફેલાવવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ રસી વ્યક્તિના જાતીય ઉત્તેજનાને પ્રતિકૂળ અસર કરે છે, જ્યારે એવું કહેવાતું હતું કે તે ફળદ્રુપતાને પણ અસર કરે છે સાથે સાથે વંધ્યત્વનું જોખમ પણ હોઈ શકે છે. જો કે, થોડા સમય પહેલા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું હતું કે કોરોના રસી સુરક્ષિત છે.
નિષ્ણાતો સેક્સ લાઇફને સુધારવાની આપે છે સલાહ
નિષ્ણાંતોએ કોરોનાના આ સંકટમાં જાતીય ઇચ્છાને જાળવી રાખવા કેટલીક ટીપ્સ પણ આપી છે. તેમના કહેવા મુજબ જીવનશૈલીમાં નાના ફેરફારોથી લોકોને ફાયદો થઈ શકે છે. રોજિંદા આહારમાં પાંદડાવાળા લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો, સાથે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર આહાર લેવો. આ સાથે યોગ અને કસરત પણ નિયમિત કરવી જોઈએ.
Previous article
Next article
Leave Comments
Post a Comment