News
ગાંધીનગરમાં ભેંસો એ દારુ પીધો તબેલામાંથી દારૂની કેટલીક બોટલો તૂટી ગઈ હતી જેના કારણે દારૂ પાણીમાં ભળી ગયું અને ભેંસો એ તે પાણી પી લેતા સ્થિતિ બગડી હતી.પોલીસે તેમના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો
ગાંધીનગરમાં ભેંસો એ દારુ પીધો હોવાનો વિચિત્ર કેસ સામે આવ્યો છે. ભેંસ પીધેલી હોવાના સમાચાર સામે આવતા જ પોલીસે તેમના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે અને હવે ભેંસ જ પીધેલી હાલતમાં મળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
તબેલામાં ભેંસો આમતેમ કૂદવા લાગતા માલિકે પશુ ના ડોક્ટર ને બોલાવ્યા હતા. જ્યારે ડોક્ટર તબેલા પર ગયા ત્યારે તેમણે ભેંસ નું પીવાનું પાણી જોયું અને રંગ આલગ લાગતા તેમને શંકા ગઈ હતી. પાણીનો રંગ બદલાઈ ગયો હતો અને તેમાંથી અસ્પષ્ટ ગંધ આવી રહી હતી.ડોકટરે આ બબાતે કહ્યું તો માલિકે કહ્યું કે ઝાડના પાંદડા અને અન્ય વસ્તુ પડવાથી રંગ બદલાયો છે.
જોકે આ જવાબથી ડોક્ટર સંતુષ્ટ ન હતા એટલે તેમણે એલસીબી ટીમને તેના વિશે માહિતી આપી હતી.બાદ માં પોલીસ તબેલા પર પહોંચી તો તે પણ ચોંકી ગઈ કેમ કે તેમને ત્યાં મોટી માત્રામાં દારુ મળી આવ્યો હતો. તબેલા માંથી ઝડપાયેલા દારૂની કુલ કિંમત ૩૫૦૦૦ રૂપિયા આસપાસ હતી.દારૂની કેટલીક બોટલો તૂટી ગઈ હતી જેના કારણે દારૂ પાણીમાં ભળી ગયું અને ભેંસો એ તે પાણી પી લેતા સ્થિતિ બગડી હતી.
આ ભેંસના માલીકે મોટી માત્રામાં દારૂ છુપાવ્યો હતો. પોલીસે તબેલા પર દરોડા પાડ્યા ત્યારે ત્યાંથી દારૂની 101 બોટલો મળી આવી હતી. દારૂ વાળું પાણી પોવાથી ભેંસ આમતેમ કૂદવા લાગી હતી અને એક ભેંસની તબિયત પણ બગડી હતી, જો કે બાદમાં સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. પોલીસે માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment