News
કલવાડાથી વૈશાલી ગુમ થઇ છે
માહિતી બ્યુરોઃ વલસાડઃતા.૦૩: વલસાડ તાલુકાના કલવાડા ડેરી ફળિયા ખાતે રહેતી વૈશાલીબેન સોમાભાઇ લાડ તા.૩૦/૬/૨૦૨૧ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યા પછી પોતાના ઘરેથી નોકરીની શોધમાં જાઉં છું કહીને ગયા બાદ આજદિન સુધી ઘરે પરત આવી નથી.
ગુમ થનારી અસ્થિર મગજની, રંગે ઘઉંવર્ણ, મધ્યમ બાંધો, ઊંચાઇ ૪.૯ ફૂટ, જમણા હાથની વચ્ચેની આંગળી કપાયેલી છે, જમણા હાથ ઉપર કાળો મસો છે. શરીરે લાલ કલરની કુર્તી, પીંક કલરની લેગીસ તેમજ બદામી કલરનો દુપટ્ટો પહેર્યો છે, જે ગુજરાતી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલાની જો કોઇને ભાળ મળે તો વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૬૩૨-૨૪૪૨૯૮, મો.નં.૯૭૨૬૯૬૮૬૪૧ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment