પારડીમાં રખડતા ઢોરોના કારણે બાલાખાડી માર્ગ પર બાઈક સવાર નું અકસ્માતમાં હાલત ગંભીર બનતા સુરત ખાનગી હોસ્પિટલ માં ખસેડાયો

પારડી શહેર ના મુખ્ય રસ્તાઓ અને બજાર વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. જાહેર માર્ગ ઉપર રખડતા પશુઓ ના માલિકો ની લાપરવાહી ને લઇ કયારેક જીવ લેણ અકસ્માત સર્જાય તો નવાઈ નહીં? 
તાજેતર માં બે દિવસ અગાઉ કોટલાવ ખાતે રહેતા આશિષભાઇ રમેશભાઈ પટેલ ના ઓ ઘરે થી બાઈક લઈને નીકળ્યા બાદ બાલાખાડી માર્ગ પર અચાનક ગાય આવી ચઢતા અકસ્માત સર્જાતા ઇજા પહોંચતા હોસ્પિટલ માં લઇ ગયા બાદ હાલ તેઓની તબિયત લથડતા વધુ સારવાર અર્થે સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. પારડી પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત પારડી સોના દર્શન, મહેતા હોસ્પિટલ, ચાર રસ્તા બ્રિજ નીચે, બાલાખાડી, પોલીસ સ્ટેશન બ્રિજ નીચે, પારડી બજારમાં વગેરે સ્થળે પશુઓનો જમાવડો જોવા મળતા વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. 
જેથી સ્થાનિક તંત્ર પાલિકા ની જવાબદારી બનતી હોય છે કે તેઓ તકેદારી રાખી રખડતા ઢોરો ને પકડવા માટે ટીમ બનાવે અને વાપી પાંજરાપોળ મોકલી આપે એવી લોકો માં બૂમ ઉઠી રહી છે. 
આ ન્યૂઝ ની તમામ તસવીરો અક્ષય દેસાઈ દ્વારા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close