બે ફોનના રૂ.10,000 આપી દીધા હતા. થેલામાંથી બે ફોન આપ્યા બાદ નીકળી જતા લેધરમાંથી કાચના ટુકડા મળતા યુવકને પોતે ઠગાઇ ગયા હોવાનું ભાન થયું

વાપીના છીરીમાં યુવકને બાઇક પર આવેલા બે ઇસમોએ ફોન માત્ર 5,000 રૂપિયામાં વેચી દેવાનું કહી લાલચ આપતા યુવકે બે ફોનના રૂ.10,000 આપી દીધા હતા. થેલામાંથી બે ફોન આપ્યા બાદ નીકળી જતા લેધરમાંથી કાચના ટુકડા મળતા યુવકને પોતે ઠગાઇ ગયા હોવાનું ભાન થયું હતું.
વાપીના છીરી ખાતે ગાલામસાલાના ક્રિષ્ણાપાર્ક મોલાનાની ચાલીમાં રહેતો અને હિરમ્બા કંપનીમાં મજૂરી કરતો રવિ શીવનાથ કેસરી ઉ.વ.26 મંગળવારે ભત્રીજા સાથે છીરી શાકમાર્કેટમાં ગયો હતો. જ્યાં બાઇક નં.જીજે-19-2285 ઉપર આવેલા બે ઇસમોએ તેને ઓપ્પો કંપનીનો ફોન રૂ.10,000માં વેચવા જણાવતા રવિએ રૂ.5000માં આપવા જણાવ્યું હતું. જેથી બંને ઇસમો તૈયાર થતા રવિએ બે ફોન લેવા જણાવી તેઓને રૂ.10,000 રોકડા આપી દીધા હતા. પાછળ બેસેલા ઇસમે થેલામાંથી બે ફોન આપ્યા બાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. ફોન ઉપર કાળા કલરનું લેધરનું કવર ખોલીને જોતા તેમાંથી કાચનો ટુકડો મળી આવ્યો હતો. આ અંગે ડુંગરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close