News
મોરબી-માળિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે ધડાકાભેર ટકરાતા 5 લોકો કારમાં જ ચગદાઇ ગયા
ગુજરાતમાં સતત છેલ્લાં કેટલાક સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. દિન-પ્રતિદિન અકસ્માતની સંખ્યા માં વધારો થતા અકસ્માતથી થતા મોતનો આંકડો પણ વધી રહ્યો છે.એવામાં હાલમાં ચોમાસાની સિઝન દરમ્યાન રાજ્યમાં ઉબડખાબડ રસ્તાઓ પણ કોઇકના મોતનું કારણ બનતા હોય છે. એવામાં તાજેતરમાં જ મોરબી-માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટિયા પાસે અકસ્માત થયાની એક ઘટના સામે આવી છે.
મહત્વનું છે કે, મોરબી-માળીયા હાઈવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટિયા પાસે બંધ પડેલા એક ટ્રેલરની પાછળ એકાએક એક કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં બેઠેલા યુવાન સહિત પાંચ રાજસ્થાનીઓના મોત નિપજ્યાં છે. જો કે, આ મૃતકોના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. મૃતકો રાજસ્થાનના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી પસાર થઈ રહેલી એક લક્ઝરી બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં એક મુસાફરનું મોત નિપજ્યું હતું અને 7 લોકો ઘાયલ થયા હતાં.
Previous article
Next article
Leave Comments
Post a Comment