News
પર્યાવરણને બચાવવા અને પોતાના સ્વાસ્થ્યને સુધારી શકાય તે હેતુથી "નો કાર ડે" વલસાડના કલેક્ટર, એ.ડી. એમ, એસ. ડી .એમ, તેમજ એસ.પી પોતાની કાર મૂકી ચાલતા અને સાઇકલનો ઉપયોગ કરી ઓફીસ પહોચ્યાં
આજે "નો કાર ડે" છે. ત્યારે વલસાડના કલેક્ટર, એ.ડી. એમ, એસ. ડી .એમ, તેમજ એસ.પી આજે પોતાની કાર મૂકી ચાલતા અને સાઇકલનો ઉપયોગ કરી ઓફીસ પહોંચ્યા હતા. પારડી રહેતા ડો. કુરેશી પણ તેમના ઘરેથી વલસાડ જેનિથ ડોક્ટર હાઉસ સુધી સાઇકલ ઉપર આવી લોકોને સાયકલનો વધુ ઉપયોગ કરવા અને લીડ બાઈ એક્ઝામ્પલને ચરિતાર્થ કર્યો હતો.
તમામ ઉચ્ચ અધિકારીઓ પોતાના ઘરેથી પોતાની ઓફિસે ચાલતા નીકળ્યાપર્યાવરણને બચાવવા અને ભૌતિક સુખથી થોડું અલગ કરી પોતાના સ્વાસ્થ્યને પણ સુધારી શકાય એવા હેતુથી "નો કાર ડે" મનાવવામાં આવે છે. જેને લઈને આજે ઘણા દેશોમાં લોકો પોતાની કારનો ઉપયોગ કરતા નથી, સાથે જો નજીકમાં ઓફીસ હોઈ તો ચાલતા, અથવા ખૂબ દૂર જવાનું હોય તો પબ્લીક ટ્રાંસ્પોર્ટનો ઉપયોગ કરે છે. ત્યારે આજે વલસાડના તમામ ઉચ્ચ અધિકારીઓ પોતાના ઘરેથી પોતાની ઓફિસે ચાલતા નીકળ્યા હતા.
વલસાડ તીથલ રોડથી કલેક્ટર ઓફીસ સુધી જવા વલસાડના કલેક્ટર ક્ષિપ્રા અગ્રે અને એસ ડી એમ નિલેશ કુકડીયા ચાલતા નીકળ્યા હતા, સાથે વલસાડના રેસર્સ ગ્રૂપના વોલયનટર્સ પણ જોડાયા હતા, દોઢ કિલોમીટરના અંતરે આવેલા એમના નિવાસથી ઓફીસ સુધી ચાલતા આવ્યાં હતા. એ ડી એમ, એન એ રજપૂત પોતાના ઘરેથી સાઇકલ પર ઓફીસ આવ્યાં હતા, તો બીજી તરફ પોતાની ઓફીસ સુધી ઘણી વાર એકલા જ કોઈ પણ ગાર્ડ વગર ચાલતા નીકળતા વલસાડ ના એસપી રાજદીપસિંહ ઝાલા પણ ચાલતાં નીકળ્યાં હતા.
વલસાડના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ચાલતા નીકળ્યા તો ઘણા અધિકારીઓએ પોતાની કાર ઘરે જ રાખવાનું નક્કી કરી અલગ-અલગ રીતે કચેરીએ પહોંચ્યા હતા. સાથે પારડી ખાતે રહેતા ડો. કુરેશી તેમના ઘરેથી સાઇકલ ઉપર વલસાડ ડોક્ટર હાઉસ સુધી આવ્યાં હતા અને દર્દીઓનું ચેકઅપ કરી લોકોને સાયકલ ચલાવવા અને તંદુરસ્ત રહેવા અંગે જાગૃત પણ કર્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment