News
મહારાષ્ટ્રમાં થયો મોટો અકસ્માત, વર્ધા નદીમાં બોટ ડૂબવાથી 11નાં મોતની આશંકા
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વર્ધા નદીમાં એક બોટ પલટવાથી મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 11 લોકોના ડૂબવાની આશંકા છે, આ ઘટના બેનોદા પોલીસ સ્ટેશન વિસ્તારના વરદ તાલુકામા ઝુંજ ગામની પાસે થઈ હતી. બોટ કેવી રીતે ડૂબી તેની તપાસ હાલ ચાલી રહી છે. પ્રાથમિક જાણકારીના અનુસાર વર્ધા જિલ્લામાં છેલ્લા આઠ દિવસોથી ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે.
નદીના એક કિનારાથી બીજી તરફ જતા સમયે આ ઘટના સર્જાઈ છે, આશંકા એવી પણ જતાઈ રહી છે, આ દુર્ઘટનામાં બોટમાં ક્ષમતાથી વધુ લોકો સવાર હોવાનું કારણ પણ હોઈ શકે છે. બોટમાં 30થી વધુ લોકો સવાર હતા. ચિંતાની વાત એ છે કે બોટ નદીની વચ્ચોવચ ડૂબી ગઈ છે. આ દરમ્યાન સ્થાનીક ગ્રામીણઓએ તુંરતજ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આદરમ્યાન કેટલાક લોકોને બચાવવામાં સફળતા મળી હતી. અત્યાર સુધી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. અને અન્ય આઠ લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બોટ ડૂબવાના સમાચાર વાયુવેગે ફેલાતા ઘટના સ્થળ પર બહોળી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ ગઈ અને રાહત- બચાવ કાર્ય વધુ જોરશોરમાં ચાલી રહ્યું છે. પ્રાથમિક માહિતીના અનુસાર એક પરિવારના કેટલા સદસ્ય દશક્રીય અનુષ્ઠાન માટે સવારો અંદાજીત 10 કલાકે ગડેગામ આવ્યા હતા. જ્યારે તે પરત ફરી રહ્યા હતા ત્યારે આ બોટ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં 11 લોકોના ડૂબવાની આશંકા જતાવવામાં આવી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment