ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે.

ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.
પ્રદીપસિંહ જાડેજા- 
ઘણા સમયથી સિનિયર મંત્રી છે, પાર્ટી, ધારાસભા અને મંત્રીમંડળમાં તેઓ ભૂપેન્દ્ર પટેલ કરતાં ઘણો વધુ અનુભવ ધરાવે છે. કેટલાય સમયથી તેમને રાજ્યકક્ષાને બદલે કેબિનેટ મંત્રી બનાવાશે એવો ક્યાસ લગાવાતો હતો, પરંતુ કેટલાંક કારણોસર એ સાચો ન પડ્યો, પરંતુ હવે તેઓ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પ્રમોશન લઇ લેશે.

આત્મારામ પરમાર- 
સિનિયર દલિત આગેવાન છે અને સીઆર પાટીલના ખૂબ નજીકના નેતા ગણાય છે. વિધાનસભામાં પ્રતિનિધિત્વ બોટાદનું કરે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના છે. તેમના મંત્રી બનવાથી કેબિનેટમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બન્નેની હિસ્સેદારી બનશે.
રાજેન્દ્ર ત્રિવેદી - 
અગાઉ રાજ્યકક્ષાના મંત્રીમાંથી વિધાનસભા અધ્યક્ષ બન્યા હતા, પરંતુ હવે ફરીથી કેબિનેટમાં લેવાશે અને સિનિયર મંત્રી તરીકે સારો વિભાગ પણ મળી શકે છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કે નીતિન પટેલને વિધાનસભા અધ્યક્ષ બનાવાય એવી શક્યતાને પગલે તેમને મંત્રીમંડળમાં સમાવાઈ શકે છે.
જિતુ વાઘાણી- 
અગાઉ પક્ષ-પ્રમુખ હતા, પરંતુ ત્યાર બાદ તેઓ ઘણા સમયથી હોદ્દાથી દૂર છે. યુવાન પાટીદાર ચહેરા તરીકે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. સંગઠન અને ચૂંટણીઓ જેવી બાબતમાં પણ અનુભવી છે અને કેબિનેટ કક્ષાના મંત્રી બનશે.
નિમા આચાર્ય- 
ઘણા સમયથી આ મહિલા નેતાનું નામ મંત્રી બનવાની યાદીમાં આવે છે પણ આખરે સામેલ થતું નથી. કચ્છનું પ્રતિનિધિત્વ કરતાં સવર્ણ જ્ઞાતિના આ મહિલા નેતાને હવે ચાન્સ મળી શકે છે, કારણ કે વાસણ આહીરનું નામ કપાશે એ નિશ્ચિત મનાય છે.
દુષ્યંત પટેલ - 
ભરૂચના આ ધારાસભ્ય પોલિશ્ડ રાજનેતા છે. ફાંકડું અંગ્રેજી પણ બોલી જાણે છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા કાર્યક્રમમાં આ ધારાસભ્ય ગુજરાત સરકારની સારી ઇમ્પ્રેશન પાડી શકે છે. વિધાનસભાની કાર્યવાહીના જાણકાર આ ધારાસભ્ય સરકારમાં હોય તો મંત્રીમંડળનું વજન વધી શકે.
હર્ષ સંઘવી અથવા સંગીતા પાટીલ- સુરતના આ બન્ને યુવાન ધારાસભ્યો ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નિકટના નેતા ગણાય છે. આ બન્નેમાંથી કોઈ એકને મંત્રીમંડળમાં રાજ્યકક્ષાનું સ્થાન મળી શકે છે.

ઋષિકેશ પટેલ -
 નીતિન પટેલની કેબિનેટમાંથી બાદબાકી થાય એવા સંજોગોમાં મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા આ ધારાસભ્ય.
દેવા માલમ- 
કેબિનેટ મંત્રી જવાહર ચાવડા કપાય તથા કચ્છના વાસણ આહીર કપાય તો આહીર સમાજના આ અન્ય એક નેતા જૂનાગઢમાંથી કેબિનેટમાં પ્રવેશ મેળવી શકે છે.
જે.વી. કાકડિયા-
 અમરેલી જિલ્લાના એકમાત્ર ભાજપી ધારાસભ્ય છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે, પરંતુ આવતી ચૂંટણીમાં ભાજપને અમરેલી જિલ્લામાં વધુ બેઠકો મેળવવા માટે જો એક મંત્રી આ જિલ્લામાંથી હોય તો સમીકરણો બદલાઇ શકે છે.
વિનોદ મોરડિયા- 
સુરતમાં કિશોર કાનાણીના રિપ્લેસમેન્ટ તરીકે સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજના આ યુવાન ધારાસભ્યનો સમાવેશ આ વિસ્તારમાંથી થઇ શકે છે.
નિમિષા સુથાર- 
મહિલા આદિવાસી નેતા અને પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ તરીકે આ ધારાસભ્યને સ્થાન મળી શકે છે.
ગોવિંદ પટેલ અથવા અરવિંદ રૈયાણી- આ બંનેમાંથી એકને સ્થાન મળશે.

એક અટકળ પ્રમાણે કોણ રહેશે
આર.સી. ફળદુ
ગણપત વસાવા
દિલીપ ઠાકોર
જયેશ રાદડિયા
ધર્મેન્દ્રસિંહ જાડેજા
પુરુષોત્તમ સોલંકી
ઇશ્વરસિંહ પટેલ
કોની સામે જોખમ

નીતિન પટેલ
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
સૌરભ પટેલ
કૌશિક પટેલ
કુંવરજી બાવળિયા
જવાહર ચાવડા
ઇશ્વર પરમાર
બચુ ખાબડ
જયદ્રથસિંહ પરમાર
વાસણ આહીર
વિભાવરી દવે
રમણ પાટકર
કિશોર કાનાણી
યોગેશ પટેલ
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close