News
સમગ્ર દેશમાં 23.64 કરોડ રેશનકાર્ડ ધારકોને સીધો ફાયદો થશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે CSC ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ સાથે જોડાણ કર્યું
દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs)માં હવે રેશનકાર્ડ સંબંધિત સેવાઓ પણ ઉપલબ્ધ હશે. આ સેન્ટર્સ પર રાશન કાર્ડ સંબંધિત સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. આ સેવાઓમાં નવા રેશનકાર્ડ માટે અરજી કરવી, વિગતો અપડેટ કરવી અને તેને આધાર સાથે લિંક કરવાનો સમાવેશ થાય છે.
આ પગલાથી સમગ્ર દેશમાં 23.64 કરોડ રેશનકાર્ડ ધારકોને સીધો ફાયદો થશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે CSC ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ સાથે જોડાણ કર્યું છે, જે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય હેઠળ કાર્યરત ખાસ એકમ છે.
આ કરારનો હેતુ અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રાશનની સપ્લાયને સરળ બનાવવા અને જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ને મજબૂત બનાવવાનો છે. દેશમાં 3.7 લાખ CSC મારફતે રેશનકાર્ડ સેવાઓ માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ અને CSCએ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી સાથે દેશભરમાં 23.64 કરોડ રેશનકાર્ડ ધારકો નજીકની CSCમાં જઇ તેમની વિગતો સરળતાથી અપડેટ કરી શકશે. ઉપરાંત લોકો કાર્ડની ડુપ્લિકેટ કોપી મેળવી શકશે, કાર્ડને આધાર સાથે લિંક કરી શકશે, રાશનની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવી શકશે અને ફરિયાદ નોંધાવી શકશે.
હાલના રેશનકાર્ડ ધારકો નજીકના CSCની મુલાકાત લઈને નવા રેશનકાર્ડ માટે અરજી કરી શકે છે. CSC ઇ-ગવર્નન્સ સર્વિસીઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ત્યાગીએ જણાવ્યું હતું કે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સાથે અમારી ભાગીદારી પછી CSCનું સંચાલન કરતા અમારા ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકો (VLEs) એવા લોકો સુધી પહોંચી શકશે જેમની પાસે રેશનકાર્ડ નથી. તેઓ જાહેર વિતરણ વ્યવસ્થા અને મફત રાશનની વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે તેમને મદદ કરશે. જણાવી દઈએ કે 1 જૂન, 2020થી દેશમાં રેશનકાર્ડ પોર્ટેબિલિટી સેવા 'વન નેશન-વન રેશન કાર્ડ' શરૂ થઈ ચુકી છે. આ યોજનામાં તમે કોઈપણ રાજ્યમાં રહીને રાશન ખરીદી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો તમારે ગમે ત્યાં ખાદ્ય વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી.
Previous article
Next article
Leave Comments
Post a Comment