News
સેલવાસના ગાયત્રી મંદિરમાં ચોર દાન પેટી ચોરી ગર્ભગૃહની પાછળ ફેંકી ગયો 15 દિવસમાં 4 મંદિરમાં ચોરીની ઘટનાથી પોલીસના અસ્તિત્વ સામે સવાલ
દાનહમાં ચોરો હવે મંદિરોને નિશાન બનાવી રહ્યા છે.છેલ્લા પંદર દિવસમાં ચાર મંદિરમાં ચોરીના બનાવ બનાવ્યા છે. ટીનોડા ગામે બિન્દ્રાબિન તડકેશ્વર મહાદેવ મંદિરમાં ત્રણ દાનપેટી તોડી ચોરી થઇ હતી. નરોલી જૈન મંદિરમાં પણ દાન પેટી જ ચોરો ઉઠાવી ગયા હતા. સેલવાસના આમલી વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરની દાનપેટી તોડી રોકડા પૈસા ચોરાયા હતા. મંગળવારે ગાયત્રી મંદિરમાં પણ દાનપેટીનું તાળુ તોડી એમાંથી રોકડા રૂપિયા લઇ ચોર ફરાર થઇ ગયો હતો. ગાયત્રી મંદિરના મહારાજ દીપકભાઈ જયારે સવારે છ વાગ્યે મંદિરના દરવાજા ખોલી રહ્યા હતા ત્યારે જોયુ કે મંદિરની દાનપેટી ગાયબ હતી.
તેઓએ તાત્કાલિક ટ્રસ્ટીઓને જાણ કરી હતી. બાદમાં પોલીસને પણ જાણ કરાતા પોલીસની ટીમ આવી તપાસ કરતા ચોરી થયેલી દાનપેટી રામજી મંદિરના ગર્ભગૃહના પાછળના ભાગેથી તૂટેલી હાલતમાં મળી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક અજાણ્યો વ્યક્તિ કાળા કલરના કપડા પહેર્યા હતા અને મોઢે રૂમાલ બાંધેલો હતો.જે દાન પેટી તોડી તેમાંથી રોકડા કાઢી રહ્યો હોવાનુ જોવા મળ્યુ હતુ.આ ઘટના સાથે મંદિરની સામે દુધનો ધંધો કરનારની ઘરની બહાર મુકવામાં આવેલા કેરેટમાંથી બે અજાણ્યા યુવાન બાઈક પર આવી એક કેરેટ ઉઠાવી જતા સીસીટીવીમાં કેદ થયા હતા.પ્રદેશમાં હાલમાં ચોરીની ઘટનાઓ વધી ગઇ છે અને જાણેકે પોલીસને તસ્કર ટોળકી ખુલ્લી ચેલેન્જ આપી રહી હોય એમ જણાઈ રહ્યુ છે.સેલવાસ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment