સુલપડમાં ગણેશ મંડપ પાસે જુગાર રમતા 17 ની ધરપકડ, રોકડા, ફોન મળી કુલ 1,02,220નો મુદ્દામાલ કબજે કરાયો તો બલીઠાથી પણ 9 જુગારીયા ઝડપાયા 8 મોબાઇલ મળી કુલ રૂ.76,520ના મુદ્દામાલ કબજે કર્યા

વાપીના સુલપડમાં ગણેશ મંડપ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 17 આરોપીની ટાઉન પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી કુલ રૂ.1,02,220નો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપી ટાઉન પોલીસની ટીમ શનિવારે નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભડકમોરા સુલપડ ખાતે તળાવની બાજુમાં ગણેશ સ્થાપના મંડપ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમતા દેખાયા હતા. પોલીસે 17 આરોપીને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.50,220 તથા 15 ફોન કિં.રૂ.52,000 મળી કુલ રૂ.1,02,220ના મુદ્દામાલ કબજે લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
માજી પાલિકા સભ્ય સહિત આ 17ની ધરપકડ
આરોપી મંગુ પટેલ, કિર્તી બાબુ પટેલ, કનુ ચીમન પટેલ, દિવ્યેશ રાજેશ પટેલ, કૌશીક અશોક સોનાર, મીત જીતેંદ્ર પટેલ, ક્રિશ શાંતુ પટેલ, બ્રિજેશ અશ્વિન પટેલ, કૌશિક બટીક પટેલ, રામઅવતાર અયોધ્યા પ્રસાદ પટેલ, જયેશ રાનુ બોરાડે, સ્વપ્નીલ અનિલ વાનખેડે, નિલેશ રાવસાહેબ હોવાલ, ગણેશ અરૂણ વાનખેડે, દેવાનંદ રામજી સહારે, શ્રીચંદ સુરજબલી શ્રીવાસ્તવ અને વિકેશ ચીમન પટેલ ની પોલીસે જુગાર રમતા ધરપકડ કરી હતી.
બલીઠા ભંડારવાડ ખાતે રાજુ અમરત પટેલના ઘર સામે ગણપતિ મંડપ પાસેથી રવિવારે મળસ્કે 3 વાગે એલસીબીએ આરોપી રાજુ અમરત પટેલ, સિધ્ધાર્થ દિપક પટેલ, જીગ્નેશ ગજાનંદ ભંડારી, બ્રિજેશ પ્રવિણ ભંડારી, દિલીપ દલપત ભંડારી, ગફુર લતીફ પટેલ, ગીરીશ જગન ભંડારી, કમલેશ ગજુ પટેલ અને જીગ્નેશ ભરત પટેલને જુગાર રમતા પકડી પાડી રોકડા અને 8 મોબાઇલ મળી કુલ રૂ.76,520ના મુદ્દામાલ કબજે કર્યા છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close