News
ગુજરાતને નવા CM મળ્યા:ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળી સરકાર રચવા દાવો કર્યો, આજે બપોરે 2.20 વાગ્યે રાજભવનમાં શપથવિધિ,
રાજયના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. જેમાં હાજરી આપવા માટે દિલ્હીથી અમિત શાહ ગુજરાત આવશે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવાસસ્થાને જઇ તેમના પરિવારજનોના આશીર્વાદ લીધા હતા. દરમિયાન નારણપુરાના ધારાસભ્ય કાર્યાલયે દિવાળી જેવો માહોલ હતો. મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા અને આતશબાજી કરી ઉજવણી કરી રહ્યા હતા. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી સાંજે અમદાવાદમાં જગન્નાથ મંદિરના દર્શને પહોંચ્યા હતા તેમજ પૂજા-અર્ચન કર્યા હતાં.
ગુજરાતને નવા CM મળ્યા:ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળી સરકાર રચવા દાવો કર્યો, આજે બપોરે 2.20 વાગ્યે રાજભવનમાં શપથવિધિ, અમિત શાહ ગુજરાત આવશે
અમદાવાદ4 કલાક પહેલા નવા મંત્રીમંડળની નિયુક્તિ અને શપથવિધિ બે દિવસ પછી યોજાશે, ગુજરાતના વિકાસનો સંકલ્પ વ્યક્ત કર્યો અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના નામો સાથે આવીને અનઔપચારિક બેઠકમાં જાહેરાત કરશે મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણી અને નીતિન પટેલના આશીર્વાદ લીધા
રાજયના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે.
જેમાં હાજરી આપવા માટે દિલ્હીથી અમિત શાહ ગુજરાત આવશે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવાસસ્થાને જઇ તેમના પરિવારજનોના આશીર્વાદ લીધા હતા. દરમિયાન નારણપુરાના ધારાસભ્ય કાર્યાલયે દિવાળી જેવો માહોલ હતો. મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા અને આતશબાજી કરી ઉજવણી કરી રહ્યા હતા. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી સાંજે અમદાવાદમાં જગન્નાથ મંદિરના દર્શને પહોંચ્યા હતા તેમજ પૂજા-અર્ચન કર્યા હતાં.
બીજા ધારાસભ્યોની જેમ ભૂપેન્દ્રભાઈ પણ કમલમની બેઠકમાં સામેલ થવા નીકળ્યા. રસ્તામાં હતા ત્યારે ફોન આવ્યો કે તમને મોટી જવાબદારી સોંપાશે. કમલમ્ માં દાખલ થયા અને ધારાસભ્યોની પાંચમી લાઈનમાં જઇને બેસી ગયા. થોડી વાર પછી મંચ પરથી અેલાન થયું કે ભૂપેન્દ્ર પટેલ સીએમ હશે.
મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા હતા. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. ધારાસભ્યોની બેઠક શરૂ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ આનંદીબેન પટેલના વિશ્વાસુ એવા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment