News
સગીરા પ્રેગ્નેન્ટ થઇ જેની જાણ આરોપીને થતા તે વાપી છોડી વતન બિહાર ખાતે ફરાર થઇ ગયો
વાપીના ડુંગરા વિસ્તારમાં એક વર્ષ પહેલા પાડોશમાં આવેલો ઇસમ સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. જેથી સગીરા પ્રેગ્નેન્ટ થઇ હતી. જેની જાણ આરોપીને થતા તે વાપી છોડી વતન બિહાર ખાતે ફરાર થઇ ગયો હતો. વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય સગીરાની ઘરની બાજુના મકાનમાં એક વ્યક્તિ એક વર્ષ પહેલા રહેવા માટે આવ્યો હતો. તે દરમિયાન યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી લેતા અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.
થોડા સમય બાદ સગીરાને ગર્ભ રહી જતા તેની જાણ સગીરાના પરિજનોને થઇ હતી. બનાવને લઇ સગીરાના પરિજનોએ યુવકને તેની સાથે લગ્ન કરી લેવા જણાવ્યું હતું. 23 વર્ષીય આરોપી યુવક તે માટે તૈયાર ન હોય મોકો જોઇ વતન બિહારમાં ફરાર થઇ જતા પીડિતાના પરિવારે આ અંગે શનિવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબનો ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા આગળની તજવીજ હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment