News
ભૂપેન્દ્ર પટેલે હાથમાં ગીતા લઈ શપથ લીધા, સોમવારે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
13 સપ્ટેમ્બરે ગુજરાતને 17મા મુખ્યમંત્રી મળ્યા છે. ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી જીતીને પહેલીવાર વિધાનસભા પહોંચેલા ભૂપેન્દ્ર પટેલ હવે ગુજરાતના નાથ છે. તેમણે ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલી શપથવિધિમાં હાથમાં ગીતા રાખીને શપથગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજીએ તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ પણ પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જ હાથમાં ગીતા સાથે શપથ લીધા હતા.
મૂળ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં નાનપણમાં રહેતા હતા ભૂપેન્દ્ર પટેલ.
આજે પણ દરિયાપુર વિસ્તારમાં તો ભૂપેન્દ્રભાઈને લોકો 'કડવાપોળના લાડકવાયા' જ કહે છે.
2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા
પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા, જે ગુજરાતમાં સૌથી મોટી લીડ
ભૂપેન્દ્રભાઈ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા હતા.
તે પછી તેઓ 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા. આનંદીબેન પટેલના ખાસ છે ભૂપેન્દ્ર પટેલ
પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં 'દાદા'ના હુલામણા નામથી ઓળખાય છે ભૂપેન્દ્ર પટેલ.
જ્યારે ભૂપેન્દ્ર પટેલે 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો છે.
15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલનો અભ્યાસ ધો. 12 પાસ સુધીનો જ છે
વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારમાં કલ્હાર રોડ પરની આર્યમાન રેસિ.માં રહે છે
ઔડાના ચેરમેન તરીકે એસ.પી. રિંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં સૌથી મહત્ત્વની ભૂમિકા
2017 પહેલાં આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, જેમણે જતા-જતા તેમના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી પોતાના મતવિસ્તારમાં મજબૂત લોકસંપર્ક ધરાવે છે ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલ 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા તે સમયે ફાઈલ કરેલા એફિડેવિટ મુજબ રૂ. 5.20 કરોડની અસ્ક્યામતો ધરાવે છે.
ઔડાના ચેરમેન રહી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલ વાહનોમાં આઈ-20 કાર અને એક્ટિવા ટુ-વ્હીલરની માલિકી ધરાવે છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment