News
વાપી ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ -19 ન્યાયયાત્રા હેઠળ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું .
વલસાડ જિલ્લા માજી સાંસદ કિશન પટેલે જણાવ્યું હતું કે,ગુજરાતમાં અને વલસાડ જિલ્લામાં કોરોના મહામારી ના કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે . તેમના પરિવારને 4 લાખનું વળતર મળે , કોરોના સારવારમાંથી જે સાજા થયા તેવા દર્દીઓને બીલની રકમ ચૂકવે,કોરોના વોરિયર્સ ના મૃત્યુ બાદ તેમના પરિવારમાંથી કોઈ એકને નોકરી આપે તેવી માંગ સાથે કોંગ્રેસની આ ન્યાયયાત્રાનું આયોજન છે .
ન્યાયયાત્રા અંગે કિશન પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ન્યાયયાત્રા માં કોંગ્રેસના કાર્યકરો દરેક પરિવારને મળી તેમની વિગતો મેળવે છે . વિડીઓ - ફોટા પુરાવા સાથે ફોર્મ ભરી તેની નોંધણી કરે છે . અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં આવા 650 થી વધુ ફોર્મ ભરાયા છે . હજુ પણ ગણતરી ચાલુ છે . ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કોંગ્રેસે ? જણાવ્યું હતું કે સરકાર જે 10 હજારનો આંકડો બતાવે છે તેની સામે કદાચ 3 લાખ લોકો મૃત્યુ પામ્યા છે
જો ભાજપ સરકાર આ અંગે ન્યાય નહિ કરે તો કોંગ્રેસ આ મામલે કોર્ટમાં જશે . અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો સૌ પહેલા આ બિલ પાસ કરશે તેવું કિશન પટેલે જણાવ્યું હતું .
ઉલ્લેખનીય છે કે કોરોનામાં મૃતાત્માઓના સાચા આંકડા ને લઈને એક તરફ આમ આદમી પાર્ટીએ પણ ભાજપ સરકારને ભેખડે ભરાવવા રાજનીતિ શરૂ કરી છે . ત્યારે કોંગ્રેસ પણ આ જ રાજનીતિ રમતી હોવાના સવાલ સામે કિશન પટેલે જણાવ્યું હતું કે , કોંગ્રેસ રાજકીય પાર્ટી છે . રાજકીય એજન્ડામાં આ મુદ્દાઓ હોવા જોઈએ પરંતુ કોંગ્રેસ ની સરકાર બને કે ના બને ન્યાય માટે જરૂર લડત ચલાવશે .
આમ આદમી પાર્ટી તો હમણાં આવી છે જ્યારે કોંગ્રેસે સત્તા ભોગવી છે . સત્તા વિહોણી પણ રહી છે . અને ન્યાય માટે ત્યારે પણ અને આજે પણ લડતી આવી છે .
Previous article
Next article
Leave Comments
Post a Comment