News
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે વલસાડ જિલ્લામાં ૬૬,૮૨૩ વ્યક્તિઓએ રસીકરણનો લાભ લીધો.
માહિતી બ્યુરો વલસાડ તા.૨૦: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે તા.૧૭મી સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર તથા આરોગ્ય તંત્ર દ્વારા વેકસીનેશન મેગા અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં કુલ-૬૬,૮૨૩ વ્યક્તિઓએ રસીકરણ નો લાભ લીધો છે. તેમાં તાલુકાવાઇઝ જોઇએ તો, વલસાડ તાલુકામાં ૧૬૪૨૦, પારડી તાલુકામાં ૬૬૦૦, વાપી તાલુકામાં ૧૮૪૦૮ ઉમ૨ગામમાં ૧૭૪૧૬, ધરમપુર તાલુકામાં ૪૩૪૮ અને કપરાડા તાલુકામાં ૩૬૩૧ વ્યક્તિઓએ લાભ લીધો છે.
વલસાડ જિલ્લામાં કોરોના વાઇરસની ત્રીજી લહેરથી બચવા માટેનાં પ્રયત્નો અને અટકાયતી પગલાં માટેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેનાં ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ કોવિડ -૧૯ થી બચવા કોરોના રોગપ્રતિકારક રસી માટેનું રસીકરણ અભિયાન સુચારૂ રીતે ચાલી રહયું છે. આ કામગીરીમાં યુવાવર્ગમાં રસીકરણ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અને આદિવાસી વસતિ ધરાવતાં ધરમપુર અને કપરાડા તાલુકામાં રસીકરણની કામગીરી વધારવા માટે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સતત સુપવિઝન કરવામાં આવી રહયું છે તથા માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરું પાડવામાં આવી રહયું છે. પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિઓને રસીકરણનો લાભ આપી કોરોના વાઇરસનાં સંક્રમણથી બચાવવા કોવિડ- ૧૯ રસીકરણનો પ્રચાર-પ્રસાર વધારી રસીકરણ કામગીરી વધારવા માટેનાં પ્રયત્નો હાથ ધરવા માટે ભાર મુકવામાં આવ્યો છે. જેના અનુસંધાને કપરાડા અને ધરમપુર તાલુકાના ગામોમાં રસીકરણનો પ્રથમ અને બીજો ડોઝ મુકાવવા માટેનાં સેશન સાઇટો કાર્યરત છે અને નોકરી-ધંધા અર્થે બહાર ગામ જતા લાભાર્થીઓ માટે રાત્રિ સેશ નો પણ યોજવામાં આવી રહયા છે, જેમાં કોવિડ- ૧૯ ૨સીકરણમાં લાભાર્થીઓનો સારો પ્રતિસાદ મળી રહયો છે.
જિલ્લાનાં પ્રજાજનોને કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે આગમચેતીના પગલાંરૂપે કોરોના સંક્રમણ રોકવા વહીવટીતંત્ર તથા આરોગ્ય તંત્રને સાથ સહકાર આપવા તથા રસીકરણમાં લાભાર્થીઓને વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment