News
વલસાડ જિલ્લા સંકલન - વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇઃ
માહિતી બ્યુરોઃ વલસાડ તા.૧૮: વલસાડ જિલ્લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન. એ. રાજપૂતની અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ર્ડા. રાજદીપસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
બેઠકના અધ્યક્ષસ્થાનેથી નિવાસી અધિક કલેકટરશ્રીએ સંકલન સમિતિના ભાગ- ૧ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ સંબધિત ધારાસભ્યોના પ્રશ્નોની જે રજૂઆતો હતી તે રજૂઆતો બાબતે સંબધિત વિભાગના અધિકારીએ કરેલ કાર્યવાહીની સમીક્ષા કરી હતી. જો પ્રશ્ન એક થી વધુ વિભાગોને સ્પર્શતો હોઇ તો સંબધિત પરસ્પર વિભાગોના અધિકારીઓએ સંકલન કરી ત્વરિત નિકાલ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહના સરીગામ નોટીફાઇડ એરિયામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં અવારનવાર આગ તથા બ્લાસ્ટ થવાના બનાવો બની રહયા છે, ત્યારે સરીગામ જી. આઇ. ડી. સી. ખાતે બે ફાયર ફાઇટર જે છે તે સારી હાલતમાં ન હોવાના કારણે મોટી હોનારત થાય ત્યારે વાપી, દમણ, સેલવાસ અને ઉંમરગામ ખાતેથી ફાયર ફાઇટરની સેવા લેવામાં આવે છે જેથી સરીગામ જી. આઇ. ડી. સી. ના ફાયર ફાયટર બાબતે સરીગામ જી.આઇ.ડી.સી. ના નોટીફાઇડ એરિયાના મુખ્ય અધિકારીને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. બીજા પ્રશ્નમાં વલસાડ તાલુકાના ધમડાચી ગામે ગેસ લાઇનનું કનેકશન આપવામાં આવ્યું નથી. તેમજ વલસાડ તાલુકાના ઘણાં ગામોમાં ગેસના કનેકશન આપવામાં આવેલ નથી જે કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવશે ઉપરાંત ગેસ કનેકશનની કેટલી અરજીઓ આવી અને તેમાંથી કેટલાનો નિકાલ કરવામાં આવ્યો તેની વિગતો બાબતે ગુજરાત ગેસ કંપનીના મેનેજરશ્રી હર્ષલ નાયક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધમડાચી ગામમાં ૧૦૩ ગેસ કનેકશન હાલમાં કાર્યરત છે. અને અન્ય કનેકશન વધારવા માટે નેટવર્કમાં વધારો કરવાની કાર્યવાહી ચાલુ છે જે પૂર્ણ થયા બાદ રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ તાલુકાના કુલ ૯૯ ગામો પૈકી ૮૬ ગામમાંથી ૨૦૩૭૭ કનેકશનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેમાંથી ૧૯૬૪૫ કનેકશન કાર્યરત છે. ચાલુ વર્ષમાં પાંચ મહિનામાં ૭૪૦ ગેસ કનેકશન કાર્યરત કરવામાં આવ્યા છે. બાકીના ૭૩૨ કનેકશન પૂર્ણ કરવામાં આવશે.વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલના તીથલ બીચના વિકાસ માટેના ફાળવેલ ગ્રાન્ટમાંથી થયેલા કામો બાબતેના પ્રશ્ને દમણગંગા નહેર સંશોધન યોજનાના કાર્યપાલક ઇજનેર પી. સી. પટેલ દ્વારા જણાવામાં આવ્યું છે કે, મેઇન ૧૦૦ મીટરના બીચ એરિયામાં આશરે ૫૫૦૦ ચો. મી. વિસ્તારમાં કર્વ શેપમાં બ્રિક વર્કના બીમ કરી તેમાં માટી પુરાણ કરી અલગ- અલગ રંગના વિવિધ ડિઝાઇનમાં કોટા સ્ટોનના ફલોરીંગની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. પાર્કિગ એરિયા માટે ૪૧૦ થી ૫૦૦ મીટરના આશરે ૫૪૦૦ ચો. મી. વિસ્તારમાં બીચ ખાતે આવતા વાહનો માટે પેવર બ્લોક બેસાડી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પ્રોટેકશન વોલ પર અવર જવર માટે બે રેમ્પ બનાવવામાં આવ્યા છે. તેમજ વોલને અડીને રબલ મેશનરીની વોલ બનાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. કેરી આઉટ જીઓલોજીસ્ટ સર્વે એન્ડ ઇન્વેશટીગેશન ફોર કન્ટ્રકશન ઓફ રેમ્પની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચિલ્ડ્રન પાર્કના ટોયલેટ બ્લોક પાસે માટી પુરાણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત તીથલ બીચ પર હાઇ રાઇઝ લાઇટ અને સ્ટ્રીટ લાઇટ ચાલુ ન હોવાની તેમની ફરિયાદનો માર્ગ અને મકાન વિભાગ વિદ્યુત વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એ. ડી. ચૌધરીના જણાવ્યા મુજબ તમામ લાઇટો ચાલુ કરીને તિથલ પરિસરીય પ્રવાસન સહકારી મંડળી તિથલને કબજો સોંપવામાં આવ્યો છે. વલસાડ શહેરના સ્ટેટ હાઇવે અને લીલાપોર જંકશન આગળ રખડતા ઢોરોને લીધે અકસ્માન થવાના કારણે મૃત્યુના બનાવો થવાના પ્રશ્ને ચીફ ઓફિસર વલસાડના જણાવ્યા મુજબ રખડતા ઢોરોને ગુંદલાવ અને વાપી રાતા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. ડુંગરી રેલવે સ્ટેશન ફાટક બ્રીજનું કામ ચાલવાથી બંધ હોઇ, માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલવે વિભાગના અધિકારીઓ અને ગામલોકો તેમજ વેપારી મંડળોની બેઠકમાં નક્કી થયા મુજબ ગામના લોકોને અવર-જવર માટે ડુંગરી સ્ટેશન પરનો ફૂટ ઓવરબ્રીજ ખુલ્લો મૂકવા જણાવવામાં આવ્યું હતું જે બાબતે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ આ રસ્તો ડી. એફ. સી. સી. ટ્રેકને સમાંતરે ડી. એફ. સી. આઇ. એલ. હસ્તકની જમીનમાં ડી. ફી. સી. સી. આઇ. એલને આ કામ ઝડપથી પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. વલસાડના દરિયાકાંઠાના વિસ્તારમાં અગરિયાઓ મીઠુ પકવવાનો ઉદ્યોગ વરસોથી કરતા આવ્યા છે અને તેમનું ગુજરાત આના પર ચાલે છે જેથી આ મંડળીઓને ભાડા પટ્ટો રીન્યુ કરવા બાબતના એક પ્રશ્નમાં જરૂરી કાર્યવાહી કરવા માટે સંબંધિત વિભાગને જણાવવામાં આવ્યું હતું. ભાગ- ૨ માં જિલ્લા કલેકટરશ્રીએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વલસાડના સાંસદશ્રી ર્ડા. કે. સી. પટેલ, વલસાડ અને ધરમપુર ધારાસભ્યો સર્વશ્રી ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ પ્રાયોજના વહીવટદારશ્રી બી. કે. વસાવા તેમજ જિલ્લાના સંબધિત વિભાગોના અધિકારીઓ હાજર રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment