News
રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, વીજળીના કડાકા ભડાકા સાથે આવશે મેઘરાજાની સવારી : હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 24 કલાકમાં રાજ્યમાં મહત્તમ વિસ્તારોમાં વરસાદ રહેશે .મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે.કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શકયતા છે..વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી 2 દિવસ વરસાદમાં સામાન્ય ઘટાડો થશે. 2 દિવસ બાદ પુનઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે.
હાલ રાજ્યમાં વરસાદી વાતાવરણ છે. આજે પણ હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થવાનો વરતારો છે. પંચમહાલ… મહેસાણા પાટણ, અરવલ્લી,બનાસકાંઠા,સાબરકાંઠા… ગાંધીનગર… વડોદરા… ખેડા… આણંદ… નડિયાદ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે… જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં હજુ સરેરાશ 18 ટકા વરસાદની ઘટ છે.. મહત્વનું છે કે ચોમાસાના પ્રારંભમાં સામાન્ય વરસાદ બાદ ખેંચાયો હતો.. જોકે હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે તેવું અનુમાન પણ કર્યું હતું.
એસ.ડી.આર.એફ.ની કુલ ૧૧ ટીમમાંથી ૦૮ ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જેમા ૧ –રાજકોટ,૧-ગોંડલ, ૧- જુનાગઢ,૧-કેશોદ, ૨- જામનગર ,૧- રાલજ (આણંદ) અને ૧- ખેડા ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. ૧-ગોઘરા,૧-વાવ,૧-વડોદરા ,૧-અમદાવાદ અને ૧-વાલીયા ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે.
IMD ના અઘિકારી દ્વારા જણાવાયુ હતું કે, રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં તા.૨૨/ ૦૯/૨૦૨૧ સુધી પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. તથા રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, અમદાવાદ,ભાવનગર,બોટાદ,વડોદરા,ખેડા, આણંદ મહિસાગર ,દાહોદ,ભરૂચ,નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.
તા.૨૫,૨૬/૦૯/૨૦૨૧ સુઘી આણંદ,વડોદરા, ભરૂચ, નર્મદા,તાપી,છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ,ડાંગ મા ભારે વરસાદની સંભાવના રહેલી છે.આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા બચાવ કાર્ય માટે NDRF અને SDRF ની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp , SDRF ને સૂચના આ૫વામાં આવી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment