News
સુરતમાં લોકોની અવર જવર વચ્ચે જર્જરિત મજૂરા ગેટ ફાયર સ્ટેશન તોડી પડાયું, ત્રણ માળનું બિલ્ડીંગ આખે આખું 5 સેકન્ડમાં સીધું જ બેસાડી દીધું
સુરત શહેરના મજૂરા ગેટ ફાયર સ્ટેશનનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ સાથે ત્રણ માળનું બિલ્ડીંગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ગયું હતું. જેમાં છેલ્લા બે વર્ષથી ખાલી હતું અને ડિમોલીશનની ચર્ચાઓ ચાલતી હતી. જેથી આજે ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગ ઉતારી પાડવામાં આવ્યું હતું.
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, જર્જરિત થયેલા બિલ્ડીંગને લઈને ડિમોલીશન કરવામાં આવ્યું હતું. જેના માટે પહેલા બિલ્ડીંગના પીલરોને નબળાં કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પાલિકાએ બિલ્ડીંગ ઉતારી પાડ્યું હતું. જેમાં ફાયર વિભાગ દ્વારા તમામ સાવચેતી રાખવામાં આવી હતી. બિલ્ડીંગ નજીકના રોજનો વાહનવ્યવહાર પણ રાબેતા મુજબ રાખવામાં આવ્યો હતો.
મજૂરા ગેટના ઈન્ચાર્જ ફાયર ઓફિસર નિલેશ દવેએ જણાવ્યું હતું કે, આ ફોકલેન મશીનની મદદથી સૌ પ્રથમ પીલરને વાઈબ્રેટ કરીને નબળા કરી દેવામાં આવ્યાં હતાં. આ મશીનની ટેક્નોલોજીની મદદથી સીધું જ બિલ્ડીંગ નીચે બેસાડી દેવામાં આવ્યું હતું. એક પણ કાંકરી પણ ન ઉડે તે રીતે આ ફાયર સ્ટેશનને બેસાડી દેવામાં આવ્યું હતું. મહત્વની બાબત એ છે કે, બિલ્ડીંગને ધરાશાયી કરાયું ત્યારે માત્ર એક તરફનો જ રોડ બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફનો વાહનવ્યવહાર પણ ચાલું જ રહ્યો હતો.
બિલ્ડીંગ તોડી પડાતા પહેલા પીલર નબળા કરી નાખવામાં આવ્યા હતા.બિલ્ડીંગ તોડી પડાતા પહેલા પીલર નબળા કરી નાખવામાં આવ્યા હતા.મજૂરા ગેટ ફાયર સ્ટેશન ઘણા સમયથી જર્જરિત હતું. પાલિકા દ્વારા તેને ડિમોલીશન કરીને નવું સ્ટેશન બનાવવાનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે આજે મજૂરા ગેટ ફાયર સ્ટેશન ઉતારી લેવાયું હતું. છેલ્લા ઘણા સમયથી ફાયર સ્ટેશનમાં કોઇપણ કર્મચારી રહેતું ન હતું કારણ કે તે ખુબ જ જર્જરિત સ્થિતિમાં હતું.
કોરોનાકાળમાં બિલ્ડીંગ ઉતારવામાં વિલંબ થયો
મજૂરા ગેટ ફાયર સ્ટેશનના અધિકારી નિલેશ દવેએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા છેલ્લા એક-દોઢ વર્ષથી આ નિર્ણય લેવાયો હતો કે મજૂરા ગેટ ફાયર સ્ટેશનને ઉતારી લેવાની જરૂર જણાઈ રહી છે. પરંતુ કોરોના કાળને કારણે આ નિર્ણય વિલંબથી પૂર્ણ કરાયો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment