News
આ 5 ‘ગંદી આદતો’ને લીધે અટકે છે પ્રગતિ, ચેતી જજો તમે તો નથી કરતાને આ ભૂલો?
ધનના દેવી લક્ષ્મી ખુબ જ ચંચળ છે આજે અહીં તો કાલે ત્યાં. તેમને આપણી પાસે રોકી રાખવા માટે હંમેશા તેમની કૃપા પ્રાપ્ત કરતા રહેવું મુશ્કેલ હોય છે. તેમાં પણ જો વ્યક્તિ કોઈ એવા કામ કરતા હોવ કે જે માં લક્ષ્મીને તદ્દન નાપસંદ હોય તો ત્યારે માં લક્ષ્મીને તેનાથી દૂર થતા સમય નથી લાગતો. સ્વાભાવિક છે કે જ્યાં દેવી લક્ષ્મી નથી હોતા ત્યાં ગરીબાઈ અને દુઃખ અપાર હોય છે. તમે જાણો છે કે એવી કઈ આદતો છે જે વ્યક્તિને ગરીબ બનાવે છે.
દેવી અન્નપૂર્ણા માં લક્ષ્મીનું જ એક રૂ છે. પથારીમાં બેસીને જમવાથી અન્નનું અપમાન થાય છે અને માં લક્ષ્મી તેનાથી નારાજ થાય છે. ભોજન હંમેશા સન્માનજનકરીતે જ આસાન પર કે ટેબલ ખુરસી પર બેસીને જ કરવું જોઈએ. પથારીમાં બેસીને જમવાથી દેવું વધે છે એસ્થે જ વ્યક્તિ બીમારીઓનું પણ ઘર બને છે.
ઘરોમાં રાત્રે જમ્યા પછી રસોડામાં જ એઠા વાસણ મૂકી રાખવામાં આવે છે.આમ કરવાથીમાં અન્નપૂર્ણાનું અપમાન થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રાત્રે હંમેશા રસોડું સ્વચ્છ કરી દેવું જોઈએ. નહીંતર દેવી લક્ષ્મી રૂઠે છે અને ઘર ધનની કમી થાય છે.
જો તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે જ ડસ્ટબીન રાખવામાં આવે તો તુરંત તેને હટાવી ડો, નહીંતર દેવી લક્ષ્મી નારાજ થશે. તેનાથી પાડોશીઓ સાથે પણ સંબંધો બગાડતા વાર નહીં લાગે.
જે ઘરમાં મહિલાઓનું અપમાન થાય છે ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતા. એટલે મહિલાઓ ગરીબોનું ક્યારેય અપમાન ન કરો.
પૂજા દરમ્યાન ક્યારેય કોઈપણ સમાન જમીન પર ન રાખો. ભગવાનને સમર્પિત કરવામાં આવતી તમામ વસ્તુઓ થાળમાં જ રાખો.
સાંજના સમયે ક્યારેય દૂધ, દહીં અને મીઠું કોઈને પણ ન આપવું જોઈએ. તેને કારણે ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે.
(નોંધ: આ આર્ટિકલમાં આપવામાં આવેલ સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. વલસાડ એક્સપ્રેસ તેની ખરાઈ કરતુ નથી.)
Previous article
Next article
Leave Comments
Post a Comment