News
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ના 71માં જન્મ દિવસ નિમિત્તે ગુજરાત શ્રમયોગી બોર્ડ દ્વારા ચંદન સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં ઉજવણી કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના 71માં જન્મદિવસ નિમિત્તે ચંદન સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ અને gvk સહયોગથી પ્રધાનમંત્રી નો જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે કંપનીમાં કામ કરતાં વર્કર નું હેલ્થ ચેકઅપ રાખવામાં આવ્યું હતું
ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વલસાડ અને નવસારી ડીસ્ટ્રીક ના મોબાઈલ હેલ્થ યુનિટ ના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નિલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે ચંદન સ્ટીલ કંપનીના હેડ ડીપાર્ટમેન્ટ ના અભિષેક રાજભા અને ફાયરસેફ્ટી વિભાગના ઓફિસર અરુણ રાય ઉપસ્થિત રહ્યા હતા કંપનીમાં કામ કરતા તમામ લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું
ઉમરગામ સ્થિત ચંદન સ્ટીલ કંપની દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ થતી આવી છે જેના ભાગરૂપે આજે પોતાની કંપનીમાં કામ કરતા વર્કરો નું કરવાનું હેલ્થ ચેકઅપ, વેક્સિનેશન તેમજ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ જેવા કાર્યકરો પણ તાજેતરમાં કરવામાં આવ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment