News
પાલિકાની ડ્રેનેજ અને સેનેટરી વિભાગની ટીમ આવી પહોંચી હતી. અને જ્યાં ચોકપ થયેલ લાઈન ને સાફ કરવામાં આવી હતી. આ સમસ્યા નું નિવારણ પાલિકાની ટીમે લાવતા સોસાયટીના પ્રમુખે પાલિકા નો આભાર વ્યક્ત કર્યો
પારડી સુલભનગર વોર્ડ નંબર 6 માં વધુ પ્રમાણ માં વરસાદ આવતા તે સમયે બાજુમાં આવેલ ગુજરાતી શાળા ના મેદાન પર દર વર્ષે પાણી નો ભરાવો થતાં આજુ બાજુની સોસાયટી ના ડ્રેનેજ લાઈન માં પાણી નો ભરાવો થતો હતો.
તસવીર અક્ષય દેસાઈ
સોસાયટી ડ્રેનેજ તેમજ સુલભ નગર ના આરસીસી માર્ગ ઉપર આવેલ ડ્રેનેજમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ને લઈ પારડી નગર પાલિકાના સાઈ સંગ્રિલા સોસાયટી ના પ્રમુખે જાણ કરતા પાલિકા માંથી જેટીંગ મશિન લઈને પાલિકાની ડ્રેનેજ અને સેનેટરી વિભાગની ટીમ આવી પહોંચી હતી. અને જ્યાં ચોકપ થયેલ લાઈન ને સાફ કરવામાં આવી હતી.
આ સમસ્યા નું નિવારણ પાલિકાની ટીમે લાવતા સોસાયટીના પ્રમુખે પાલિકા નો આભાર વ્યક્ત કર્યો હતો. ડ્રેનેજ સમિતિના ચેરમેન અલી અન્સારી ના માર્ગદર્શન હેઠળ ગની શેખ, ભાવેશ પટેલ, પંકજ ગરાણીયા,તેમજ લાલુભાઈ ની ટીમ સાથે રહીને ડ્રેનેજ ની કામગીરી પૂર્ણ કરી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment