વલસાડ જિલ્લામાં હંગામી ફટાકડા લાયસન્‍સ મેળવવા ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરો.

માહિતી બ્‍યુરો : વલસાડઃ તા. ૨૦: વલસાડ જિલ્લામાં આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને હંગામી ફટાકડાના લાયસન્‍સ મેળવવા માટે સંબંધિત વિસ્‍તારની મામલતદાર કચેરીએથી જરૂરી અરજી ફોર્મ વિનામૂલ્‍યે મેળવી તેમાં જરૂરી પુરાવા સામેલ રાખી તા.૩૦/૦૯/ ૨૦૨૧ સુધીમાં પરત કરવાની રહેશે.
વલસાડમાં પારડી નગરપાલિકા વિસ્‍તારના સ.નં.૭૫૫ વાળી જગ્‍યામાં ૩૦ દુકાનો, ધરમપુર રેવન્‍યુ જુનો સ.નં. ૬૦૫ પૈકી (નવો સ.નં.૩૬૧) દશેરા પાટી વિસ્‍તારની ખુલ્લી જમીનમાં ૧૫ દુકાનો, વાપી નગરપાલિકાની બાજુમાં આવેલા મેદાનમાં ૨૦ દુકાનો, વાપી નોટીફાઇડ એરીયા હસ્‍તકના રામલીલા મેદાન ખાતેના પ્‍લોટમાં ૫૦ દુકાનો, ઉમરગામ નગરપાલિકા વિસ્‍તારના સ.નં.૨૬૩ કુમારશાળાની બાજુમાં આવેલી ખુલ્લી જમીનમાં ૧૫, વલસાડ નગરપાલિકા હદ વિસ્‍તારમાં આવેલા ધી ચર્ચ ઓફ ધી બ્રધરન હાઇસ્‍કૂલ (સી.બી. હાઇસ્‍કૂલ)ના ગ્રાઉન્‍ડ ખાતે ૪૦ દુકાનો, નાનાપોંઢા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં સ.નં.૭૫૮ તથા ૬૫ વાળી ખુલ્લી જગ્‍યામાં ૪૦ દુકાનો માટે લાયસન્‍સ આપવામાં આવશે. આ સિવાયના રહેણાંક સિવાયના વિસ્‍તારના કોઇ સ્‍થળો માટે હંગામી ફટાકડા લાયસન્‍સની અરજી સ્‍થળ, સલામતી તથા ગુણદોષ તેમજ સરકારની સ્‍થાયી સુચના અનુસાર તપાસી નિકાલ કરવામાં આવશે. 
આ અરજીમાં અરજદારોએ આ મુજબની વિગતો સામેલ રાખવાની રહેશે. અરજી એક નકલમાં કરવી(કોર્ટ ફી રૂા. ૩ સાથે) લાયસન્‍સ ફી રૂા. ૫૦૦/- તથા સ્‍ક્રુટીની ફી રૂા. ૫૦૦/- મળી કુલ રૂા. ૧૦૦૦/- ‘‘૦૦૭૦ અધર એડમીનીસ્‍ટ્રેટીવ સર્વિસીસ, રીસીપ્‍ટ અન્‍ડર એકસ્‍પ્‍લોઝીવ એકટ'' સદરે જમા કરાવી અરજી સાથે મૂળ ચલણ રજૂ કરવાનું રહેશે. કુટુંબના એક વ્‍યકિતના નામે કાયમી લાયસન્‍સ હોય તો તેઓ બીજા વ્‍યકિત માટે અરજી કરી શકશે નહીં, કુટુંબની કોઇ વ્‍યકિત ફટાકડા લાયસન્‍સ ધરાવતા ન હોવાનો એકરાર રજૂ કરવાનો રહેશે. અરજી સાથે નગરપાલિકા/ ગ્રામપંચાયત/ નોટીફાઇડ અધિકારીની સંમતિ તથા સ્‍થળ સ્‍થિતિનો અધિકૃત નકશો હોવો જરૂરી છે. હંગામી સ્‍ટોલના સ્‍થળે ફાયર એકસ્‍ટીંગ્‍યુસર મુકવાનું રહેશે. તેમજ આગની સામે રક્ષણ માટે પૂરતી વ્‍યવસ્‍થા કરવાની રહેશે. સ્‍ટોલના આગળ- પાછળ દરવાજો ફરજીયાત રાખવાનો રહેશે. અરજીમાં અરજદારના રહેઠાણના પુરાવા, નાણાંકીય આયોજનની વિગતો, ઇન્‍કમટેક્ષ/ સેલ્‍સટેક્ષ ભરતા હોય તો તેની વિગતો રજૂ કરવાની રહેશે. દુકાનમાં આગ/અકસ્‍માતના બનાવો ન બને તે સંદર્ભે હંગામી વીમાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજી સાથે અરજદારની હાલની પ્રવૃતિની વિગતો રજૂ કરવાની રહેશે. વર્ષ ૨૦૨૦માં ફટાકડાનો વેપાર કર્યો હોય તો જેટલા જથ્‍થાનો વેપાર કરેલ હોય તેટલા જથ્‍થાના આવક-જાવકના હિસાબોની નકલ તથા હંગામી ફટાકડા પરવાનાની નકલ રજૂ કરવાની રહેશે. અરજદારની સામે ગુનો નોંધાયેલ નથી તે મુજબનો સ્‍થાનિક પોલીસ અધિકારીનો દાખલો/ ચેકલીસ્‍ટ રજૂ કરવાનો રહેશે. અરજી સાથે જરૂરી ‘ના - વાંધા' પ્રમાણપત્રો પણ સામેલ કરવાના રહેશે. સરકાર તેમજ એક્ષપ્‍લોઝીવ ડીપાર્ટમેન્‍ટની પ્રવર્તમાન જોગવાઇઓનું તેમજ સંબંધિત સત્તામંડળ દ્વારા નિયત કરેલી શરતોનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે. પ્‍લોટની સંખ્‍યા કરતા અરજીઓ વધારે સંખ્‍યામાં હશે તો વહેલા તે પહેલાના ધોરણે અરજીની ગુણવત્તા, અનુભવના આધારે હંગામી પરવાનો મંજૂર કરવામાં આવશે જે અંગે કોઇ તકરાર કરી શકાશે નહીં, એમ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ એન.એ. રાજપૂત દ્વારા જણાવાયું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close